અમેરિકા-ચીનના ઝઘડામાં ભારતીય ગ્રાહકોની મજા જ મજા! સસ્તી થશે આ વસ્તુઓ

અમેરિકા સાથેના ટેરિફ વૉરથી ચિંતિત ચીની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ નિર્માતાઓએ હવે નવા કોન્ટ્રાક્ટ્સ માટે ભારતીય કંપનીઓ સાથે વાતચીત કરવાની શરૂઆત કરી દીધી છે. આ લોકો કિંમતોમાં 5 ટકા સુધી ઘટાડો કરવા તૈયાર છે. આ એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ છે. તેનું કારણ એ છે કે આ બિઝનેસમાં નફાનું માર્જિન માત્ર 4-7 ટકા છે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, ફ્રિજ, ટીવી અને સ્માર્ટફોન બનાવતી કંપનીઓનું કહેવું છે કે તેનાથી તેમને 2-3 ટકા સુધી બચાવવામાં મદદ મળશે. ભારતીય કંપનીઓ પણ ગ્રાહકોને થોડી ઓછી કિંમતમાં આ વસ્તુઓ આપી શકે છે, જેનાથી માગ વધે.

Trump-Tariff1
delish.com

 

ભારતમાં બનેલા ઇલેક્ટ્રોનિક સામાનોના ત્રણ ચતુર્થાંશ પાર્ટ્સ ચીનથી આવે છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ વોરને કારણે, ચાઇનીઝ મેન્યુફેક્ચરર્સને ઓછા નવા ઓર્ડર મળી રહ્યા છે. દુનિયાભરમાં સપ્લાય ચેઇન બદલાઈ રહી છે કેમ કે અમેરિકાએ ચીન પર 125 ટકા સુધીના ટેરિફ લગાવ્યો છે. અમેરિકામાં ચાઇનીઝ ઇલેક્ટ્રોનિક સામાનની માગમાં ઘટાડો થવાથી કંપોનેન્ટ્સની માંગ પણ ઘટશે. ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપના એપ્લાયન્ઝિસ બિઝનેસના હેડ કમલ નંદીનું કહેવું છે કે, ચીનમાં કમ્પોનન્ટ બનાવનારાઓ પર દબાણ છે. અમેરિકાથી એક્સપોર્ટ ઓર્ડરમાં ઘટાડો થવાથી કા કિંમતો પર ફરીથી વાતચીત થશે.

Super Plastronicsના CEO અવનીત સિંહ મારવાહ કહે છે કે, ચીનની કંપનીઓને વધુ માલ બનાવવાને કારણે નુકસાન થઇ રહ્યું છે. તેનાથી હોબાળો મચી ગયો છે. ચીનથી અમેરિકામાં નિકાસ બંધ થઈ ગઈ છે. ભારતીય કંપનીઓ અને ચાઇનીઝ પાર્ટ્સ બનાવતી કંપનીઓ 5 ટકા સુધી કિંમતો ઘટાડો કરવા માટે વાતચીત કરી રહી છે. જોકે, તેમણે કહ્યું કે, ભારતમાં ઘરેલૂ માગ નબળી છે, એટલે કંપનીઓ કેટલીક છૂટ પણ આપી શકે છે.

Trump-Tariff1
delish.com

 

ચાઇનીઝ સપ્લાયર્સને ભારતમાં પણ માગની સમસ્યા આ રહી છે. સરકાર તરફથી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (PLI), ક્લાલિટી કંટ્રોલ ઓર્ડર્સ (QCOs) અને કંપોનેન્ટ્સ પર આયાત ડ્યૂટી વધારવાથી દેશમાં સામાન બનાવવામાં પ્રોત્સાહન મળી રહી છે. ઇન્ડિયા સેલ્યૂલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન અનુસાર, ભારતનું લક્ષ્ય 2030 સુધી કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી બનાવવાનું કામ 145-155 બિલિયન ડૉલર સુધી પહોંચાડવાનું છે.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.