- Astro and Religion
- ભોલેબાબાને કાશીમાં કેમ વિશ્વનાથ કહેવામાં આવે છે? જાણો અહીં આવેલા મંદિરનું મહત્ત્વ અને ઇતિહાસ
ભોલેબાબાને કાશીમાં કેમ વિશ્વનાથ કહેવામાં આવે છે? જાણો અહીં આવેલા મંદિરનું મહત્ત્વ અને ઇતિહાસ

શ્રાવણ મહિનો દેવોના દેવ મહાદેવને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં, ભગવાન શિવ અને બ્રહ્માંડની દેવી, મા પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. સાથે જ, શ્રાવણના સોમવારે વ્રત રાખવામાં આવે છે. આ વ્રત રાખવાથી ભક્તને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. સાથે સાધક પર મહાદેવની કૃપા વરસે છે. પરિણીત મહિલાઓ સુખ અને સૌભાગ્ય વધારવા માટે સોમવારે વ્રત રાખે છે. પરંતુ શું તમને ખબર છે કે દેવોના દેવ મહાદેવને વિશ્વનાથ કેમ કહેવામાં આવે છે? આવો, તેની બાબતે જાણીએ.
વિશ્વનાથ મંદિર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ આવેલું છે. તેને બાબાની નગરી પણ કહેવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ મંદિર ગંગા નદીના કિનારે આવેલું છે. ભોળાની નગરીના રક્ષક કાલ ભૈરવ દેવ છે. મોટી સંખ્યામાં શ્રદ્વાળું બાબાના દર્શન કરવા માટે ભોળાની નગરીમાં આવે છે. શ્રદ્વાળું ગંગા નદીમાં ડૂબકી લગાવીને બાબાના દર્શન કરે છે. આ શુભ અવસર પર, ભક્તો બાબાને ગંગાજળથી અભિષેક પણ કરે છે. જળાભિષેકથી દેવોના દેવ મહાદેવ જલદી પ્રસન્ન થાય છે.

ઇતિહાસકારોના મતે, હાલના કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ સન 1780માં ઇન્દોરના સ્વર્ગસ્થ મહારાણી અહિલ્યાબાઈ હોલકરે બનાવ્યું હતું. તો, કાશી વિશ્વનાથ મંદિરના 2 ગુંબજોને પંજાબ કેસરી મહારાજા રણજીત સિંહ દ્વારા સોનાથી કવર કરાવાયા હતા. જોકે, ત્રીજો ગુંબજ અત્યારે પણ ખુલ્લો છે. બાબાની નગરીમાં સ્થિત વિશ્વનાથ શિવલિંગનો ઇતિહાસ સદીઓ જૂનો છે.
કેમ વિશ્વનાથ કહેવાય છે ભોલે બાબા?
કાશી વિશ્વનાથ મંદિર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. આ મંદિર પ્રયાગરાજમાં છે. ભગવાન શિવને વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર પણ કહેવામાં આવે છે. તેનો આશય એ છે કે દેવોના દેવ મહાદેવને બ્રહ્માંડના શાસક પણ કહેવામાં આવે છે. આ મંદિર કાશીમાં સ્થિત છે. એટલે પ્રયાગરાજ સ્થિત મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે.

સનાતન શાસ્ત્રોમાં કાશીનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. એવી ધાર્મિક માન્યતા છે કે ગંગા નદીમાં સ્નાન કરીને મહાદેવના દર્શન કરવાથી સાધક દ્વારા પાછલા જન્મમાં કરાયેલા પાપનો નાશ થઇ જાય છે. સાથે જ, મહાદેવની કૃપાથી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. મહાદેવની પૂજા કરવાથી સાધકને બધા સંકટોમાંથી મુક્તિ મળે છે. કાશી વિશ્વનાથ મંદિરમાં 5 વખત આરતી કરવામાં આવે છે.
Related Posts
Top News
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ
Opinion
