- Business
- ગુજરાત સરકારની કમાણી વધશે, જંત્રી ભાવ ડબલ, જમીન-ઘર થશે મોંઘા
ગુજરાત સરકારની કમાણી વધશે, જંત્રી ભાવ ડબલ, જમીન-ઘર થશે મોંઘા

રાજ્ય સરકાર દ્વાર જંત્રી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે બેઠક કરી તેમના સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. 11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે. સોમવારથી રાજ્યમાં નવી જંત્રીનો દર અમલ થશે. રિપોર્ટ્સ મુજબ, રાજ્યમાં જંત્રીનો દર બમણો કરાયો છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી આ દર અમલમાં મુકાશે.
જો કે, એક તરફ નવો જંત્રી અમલમાં આવશે. તો બીજી તરફ રાજ્યમાં સર્વેની કામગીરી પણ ચાલુ રહેશે. સરને પૂરો થયા બાદ નવો જંત્રી અમલમાં આવશે. ત્યારે 11 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના નવા દર નક્કી કરાયા છે. સરકાર દ્વારા નવો જંત્રીનો અમલ કરતા પહેલા તેના દર સુધારવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરોને જિલ્લાના સ્ટોક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે મીટિંગ કરીને તેમના સૂચનો અને રજૂઆત મેળવવા જણાવવામાં આવ્યું હતું.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટરના અભિપ્રાય સાથે તેને વિભાગમાં મોકલી આપવા માટે પણ સૂચના અપાઇ હતી. ત્યારબાદમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર, વિવિધ વિસ્તારમાં હાલમાં જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે નક્કી કરશે. મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ 2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. તે ભાવ ખૂબ ઊંચા હોવાથી વિરોધ થતા અને સરકારમાં રજૂઆત કરતા તેને ધ્યાનમાં લઇ વર્ષ 2011ના એપ્રિલ મહિનામાં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવ્યો હતો. જે હાલ અમલમાં છે.
વર્ષ 2019ના ઠરાવથી નિયત સમય મુજબ જાન્યુઆરી 2023માં જ જંત્રી સરવેની કામગીરીની શરૂઆત કરવા સરકારે નિર્ણય લીધો છે. કોરોના બાદ રીયલ એસ્ટેટ માર્કેટ માંડ માંડ ઉભું થઇ રહ્યું છે. જંત્રીના દર વધતા લોકો માટે ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બની જશે કેમ કે સ્ટેમ્પ ડ્યુટી સાથે દસ્તાવેજ ખર્ચ ડબલ થઇ શકે છે. હાલમાં કોટ વિસ્તારમાં જ્યાં 2,000 સ્ક્વેર ફૂટના ફ્લેટનો દસ્તાવેજ ખર્ચ 3 લાખ રૂપિયા થાય છે. ત્યાં પોશ વિસ્તારમાં આ જ સાઇઝના ફ્લેટનો દસ્તાવેજ ખર્ચ સવા લાખ થાય છે. હવે જો કોટ વિસ્તારમાં દર વધે તો લોકોનો મરો જ થશે.
CA પ્રદીપ સિંહે કહ્યું કે જંત્રી દર વધારવાનો ફાયદો એવો છે કે લોકોની મિલકતની વેલ્યૂ વધશે અને જે લોન લેવા ઇચ્છુક છે તેમને ચોક્કસ ફાયદો થશે. બીજી તરફ IT અધિકારી કહે છે કે અગાઉના દરોડાઓમાં માર્કેટમાં બ્લેક એન્ડ વ્હાઇટનો રેશિયો વધુ જોવા મળ્યો છે. જંત્રીના વધારાથી તેમાં ચોક્કસ ઘટાડો થશે. લોકો જંત્રીના આધારે જે મિલકતની વેલ્યૂ થાય છે એટલી રકમ ચેક દ્વારા આપતા હોય છે અને બાકીની રકમ રોકડમાં બિલ્ડરોને ચૂકવવામાં આવે છે. જમીનની બાબતે પણ આ જ રીતે વ્યવહાર થાય છે. આથી હાલ પોશ વિસ્તારમાં જે લોકો ઘર ખરીદે છે તેમને રોકડ વધુ એકત્રિત કરવાની રહે છે.