SDBની નવી ટીમ જાહેર થઇ, ગોવિંદભાઇ સિવાય 2 સૌરાષ્ટ્ર અને બે જૈન સમાજના પ્રતિનિધિ

દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં જ્યારે ચેરમેન પદેથી વલ્લભ લખાણીએ રાજીનામું આપ્યું હતું ત્યારે હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો. ઉદ્યોગના લોકોને ચિંતા હતી કે હવે સુરત ડાયમંડ બુર્સનું શું થશે? કરોડો રૂપિયાના ખર્ચે બનેલું સુરત ડાયમંડ બુર્સને ક્યાંક તાળા તો નહીં લાગે ને? પરંતુ થોડા જ સમયમાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. એક સારો નિર્ણય લેવાયો અને બુર્સના ધમધમવાની ફરી આશા જાગી.

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદે ડાયમંડ ઉદ્યોગ અગ્રણી, રાજ્યસભા સાંસદ અને SRK ડાયમંડના સ્થાપક ગોવિંદભાઇ ધોળકીયાની વરણી કરવામાં આવી. સુરત ડાયમંડ બુર્સની પ્રતિભા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શાખ પણ જોડાયેલી છે, કારણકે બુર્સ એ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગોવિંદભાઇની ચેરમેન પદે વરણી પછી ઉદ્યોગમાં આશા જાગી કે હવે સુરત ડાયમંડ બુર્સને વાંધો નહીં આવે. ગોવિંદ ધોળકીયા બધાને સાથે લઇને ચાલનારા વ્યકિત છે. તેમના નામે કોઇ વિવાદ પણ નથી અને સમાજ, ઉદ્યોગ, દુનિયા લેવલે તેમના નામની પ્રતિષ્ઠા છે. હવે ભાજપે તેમને ગુજરાતથી રાજ્યસભા સાંસદ બનાવ્યા છે એટલે તેમનું રાજકીય કદ પણ વધ્યું છે.

હવે નવી ટીમની રચના કરવામાં આવી છે જેમાં પાટીદાર સમાજ અને જૈન સમાજનું બેલેન્સ કરવામાં આવ્યું છે.તા. 27 માર્ચ ને બુધવારના રોજ સુરત ડાયમંડ બુર્સના ડાયરેક્ટર, કોર કમિટી મેમ્બર સહીત જનરલ કમિટીની અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુરત ડાયમંડ બુર્સના જ કોર કમિટી મેમ્બર તથા ડાયરેક્ટર ગોવિંદભાઇ ધોળકિયાને નવા ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ નિર્ણય ઉપસ્થિત દરેક કમિટી મેમ્બરોની સર્વાનુમતી થી કરવામાં આવેલી હતી.

હવે નવી ટીમમાં વાઇસ ચેરમેન તરીકે ધર્મનંદન ડાયમંડ પ્રા. લિ.ના લાલજીભાઇ પટેલ, સુરત ડાયમંડ બુર્સ સર્વિસ કો. ઓ, સોસાયટીના પ્રમુખ તરીકે ધાનેરા ડાયમંડના અરવિંદભાઇ શાહ જેમને ડાયમંડ ઉદ્યોગમાં અરવિંદ ધાનેરા તરીકે ઓળખવામાં આવે છે. HVK ઇન્ટરનેશનલ પ્રા. લિ.ના નાગજીભાઇ સાકરીયાને વાઇસ પ્રેસિડન્ટ, A N ડાયમંડના અશેષભાઇ દોશીને પણ વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા છે.

સુરત ડાયમંડ બુર્સે કહ્યું હતું કે,ગોવિંદભાઈ ધોળકીયા ના નેતૃત્વ હેઠળ સર્વ કમિટી મેમ્બરોએ સાથે મળી ને વહેલા માં વહેલી તકે સુરત ડાયમંડ બુર્સ માં ૫૦૦ થી વધારે ઓફિસો એક સાથે ચાલુ થાય અને SDB ધમધમતું થાય તે માટે કટિબદ્ધતા દર્શાવી છે.સુરત ડાયમંડ બુર્સ માં સુવિધા જનક અને અત્યાધુનિક કસ્ટમ હાઈસ તૈયાર થઈ ગયું છે. SDBમાં સેફ વૉલ્ટ તથા બૅન્કો ની સુવિધા પણ કાર્યરત છે.

About The Author

Related Posts

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.