આ કારણે ગોલ્ડ અને સિલ્વરના ભાવ ક્રેશ થયા, 7 મહિનાના લોઅર લેવલે પહોંચી

અમેરિકન શટડાઉન ટળી જવાને લીધે ડૉલરે જે તેજી પકડી છે, તેના ફોર્સથી ગોલ્ડ અને સિલ્વર બંને ક્રેશ થયા છે. આંકડા અનુસાર, ન્યૂયોર્કથી ન્યૂ દિલ્હી સુધી ગોલ્ડનો ભાવ 7 મહિનાના લોઅર લેવલ પર આવી ગયો છે. આજે સવારે ભારતના વાયદા બજારમાં ગોલ્ડના ભાવ માત્ર 25 મિનિટમાં 1000 રૂપિયા સુધી ગગડી ગયા. તો ચાંદીની કિંમતમાં પણ થોડી જ મિનિટોમાં 4200 રૂપિયા સુધીનો કડાકો જોવા મળ્યો. વિદેશી બજારોમાં પણ ગોલ્ડ કિંમતમાં મોટો ઘટાડો આવ્યો છે.

ન્યૂયોર્કમાં ગોલ્ડ ફ્યૂચરના ભાવ 1837.30 ડૉલર પ્રતિ અને ગોલ્ડ સ્પોટની કિંમત 1820.72 ડૉલર પ્રતિ ઓંસ પર છે. જાણકારો અનુસાર, આવનારા દિવસોમાં આ લેવલ તૂટી શકે છે. સિલ્વર ફ્યૂચરની કિંમતોમાં પણ એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

25 મિનિટમાં 1000 રૂપિયા સસ્તુ થયું સોનુ

ભારતના વાયદા બજારમાં MCX પર ગોલ્ડની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો. માર્કેટ ખુલતાની સાથે જ માત્ર 25 મિનિટમાં સોનાનો ભાવ 1000 રૂપિયાથી વધારે તૂટ્યો અને 7 મહિનાના લોઅર લેવલ 56,565 રૂપિયા પર આવી ગયો. આજે ગોલ્ડ 57,426 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઓપન થયો હતો. જ્યારે 29 સપ્ટેમ્બરના રોજ ગોલ્ડનો ભાવ 57,600 રૂપિયા પર બંધ થયો હતો. 3 ઓક્ટોબરના રોજ 10.31 વાગ્યે ગોલ્ડની કિંમતમાં 884 રૂપિયાનો ઘટાડો નોંધાયો. જે ત્યાર પછી 56,716 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

4200 રૂપિયા તૂટી ચાંદી

તો MCX પર ચાંદી પણ ક્રેશ થતા જોવા મળી. માર્કેટ ખુલતાની સાથે થોડી જ મિનિટોમાં ચાંદીનો ભાવ 4200 રૂપિયા ક્રેશ થઇ ગયો. આજે સવારે ચાંદી 69,255 રૂપિયા પર ઓપન થઇ હતી અને 65,666 રૂપિયાની સાથે 7 મહિનાના લોઅર લેવલ પર આવી ગઇ. આજે સવારે 10.41 વાગ્યે ચાંદીની કિંમત 3012 રૂપિયા ઓછી થઇને 66,845 રૂપિયા પર કારોબાર કરી રહી છે. 29 સપ્ટેમ્બરના રોજ જ્યારે માર્કેટ બંધ થયું હતું ત્યારે ચાંદીનો ભાવ 69,857 રૂપિયા હતો.

HDFC સિક્યોરિટીઝના કરેન્સી કમોડિટીના હેડ અનુજ ગુપ્તાએ કહ્યું કે, અમેરિકન શટડાઉનને સફળતાપૂર્વક ટાળવાને લીધે ડૉલર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. જેને લીધે ડૉલર ઈન્ડેક્સનું લેવલ 107થી ઉપર પહોંચી ગયું છે. એજ કારણ છે કે ગોલ્ડ અને સિલ્વરની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, હાલના સમયમાં ગોલ્ડને 55 હજાર રૂપિયાનો સપોર્ટ છે. જો આ લેવલ તૂટી જાય છે તો ગોલ્ડની કિંમતો વધારે નીચે જઇ શકે છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.