ગુજરાતમાં આવેલું છે આખા દેશનું સૌથી વધુ કમાણી કરતું ટોલ પ્લાઝા, વર્ષે કમાણી 400 કરોડ

હાઇવે-એક્સપ્રેસ વે પર મુસાફરી કરતી વખતે, તમારે ટોલ પ્લાઝા પર રોકાઈને ટોલ ટેક્સ ચૂકવવો પડતો હોય છે. ટોલ ટેક્સથી તમારા ખિસ્સા તો હળવા થાય છે, પરંતુ તેનાથી સરકારી તિજોરી ભરાઈ જાય છે. આ ટોલ ટેક્સ સરકારી તિજોરીમાં ઘણા પૈસા લાવે છે, પરંતુ શું તમે જાણો છો કે દેશનો સૌથી વધુ નફો કરતો ટોલ પ્લાઝા કયો છે? તેની કમાણી એટલી બધી છે કે, તે એક વર્ષમાં તમારા ખિસ્સામાંથી 400 કરોડ રૂપિયા વસૂલ કરી લે છે.

દેશમાં સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા ગુજરાતના ભરથાણા ગામમાં આવેલો છે. નેશનલ હાઇવે નંબર 48 પર આવેલો આ ટોલ પ્લાઝા કમાણીની દૃષ્ટિએ ટોચ પર છે. રાજધાની દિલ્હીથી મુંબઈને જોડતા આ હાઇવે પર બનેલો ટોલ પ્લાઝા સૌથી વધુ આવક મેળવનાર ટોલ પ્લાઝા તરીકે ગણવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે, NH-48 દેશના સૌથી વ્યસ્ત હાઇવેમાંથી એક છે.

Toll Plaza
gujaratsamachar.com

ગુજરાતમાં NH-48ના વડોદરા-ભરૂચ સેક્શન પર આવેલ ભરથાણા ટોલ પ્લાઝા દેશનો સૌથી નફાકારક ટોલ પ્લાઝા છે, જે એક વર્ષમાં 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. જ્યારે છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં એટલે કે 2019-20થી 2023-24 દરમિયાન, આ ટોલ પ્લાઝાએ 2,043.81 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે.

ફાસ્ટેગ આવ્યા પછી, ટોલ પ્લાઝાની આવકમાં વધારો થયો છે. ફાસ્ટેગની મદદથી ટોલ ટેક્સ ચોરી ઓછી થઈ છે, જેના કારણે આવકમાં વધારો થયો છે. સરકાર શક્ય તેટલા વધુ હાઇવે પર ટોલ ટેક્સ લગાવવા માંગે છે, જેથી તેની આવક વધી શકે. NH-48 દ્વારા, ઉત્તર ભારતના રાજ્યોમાંથી માલ પશ્ચિમ કિનારાના બંદરો સુધી પહોંચે છે. આ ટોલ પ્લાઝા પરથી ટ્રક અને વાહનોને પસાર થવું પડે છે, જેના કારણે આ ટોલ પ્લાઝાની આવક વધુ છે, જ્યારે કોમર્શિયલ વાહનોનો ટોલ પણ ખાનગી વાહનો કરતા વધારે છે.

Toll Plaza
sanmarg.in

રાજસ્થાનમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા, જે એ જ NH-48 પર બનેલો છે, તે કમાણીની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. અહીં દર વર્ષે ટોલ વસૂલાત રૂ. 378 કરોડ થાય છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળનો જલાધુલાગોરી ટોલ પ્લાઝા કમાણીમાં ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત, બારાજોર ટોલ પ્લાઝા ઉત્તર પ્રદેશમાં ચોથા સ્થાને છે. અહીં તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ટોલ પ્લાઝા છે. આ રાજ્યમાં લગભગ 97 ટોલ પ્લાઝા છે.

About The Author

Related Posts

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.