ઈરાન સાથે કામ કરવું આ 4 ભારતીય કંપનીઓને પડ્યું ભારે, USએ કાર્યવાહી કરી પ્રતિબંધ મૂક્યો

ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં કથિત સંડોવણી બદલ અમેરિકાએ ચાર ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરાત US ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી દ્વારા કરવામાં આવી હતી. આ પગલું ઈરાનના તેલ વેપાર પર દબાણ લાવવાની અમેરિકાની રણનીતિનો એક ભાગ છે. US ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પડાયેલા એક નિવેદન અનુસાર, પ્રતિબંધિત ભારતીય કંપનીઓમાં ઑસ્ટિન શિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, BSM મરીન LLP, કોસ્મોસ લાઇન્સ ઇન્ક. અને ફ્લક્સ મેરીટાઇમ LLPનો સમાવેશ થાય છે.

America-Sanction1

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, US સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં જોડાવા માટે 16 કંપનીઓની ઓળખ કરી છે. આ કંપનીઓ સામે પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ફોરેન એસેટ્સ કંટ્રોલ ઓફિસ સાથે મળીને, 22 વ્યક્તિઓ પર પ્રતિબંધો લાદ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં તેમના 13 જહાજોને ઈરાનના તેલ ઉદ્યોગ સાથેના સંબંધોને કારણે પ્રતિબંધિત સંપત્તિ તરીકે ઓળખ્યા હતા.

આ કંપનીઓ પર ઈરાની તેલ ઉત્પાદનોના પરિવહનમાં મદદ કરવાનો આરોપ છે, જેના કારણે તેઓ US કાયદા હેઠળ કડક પ્રતિબંધોના ઘેરામાં આવી ગયા છે. આ પહેલી વાર નથી જ્યારે અમેરિકાએ ઈરાનના તેલ વેપારને નિશાન બનાવ્યો હોય. આ પહેલા 4 ફેબ્રુઆરીના રોજ, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું. આમાં પણ ઈરાન પર દબાણ વધારવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પછી અમેરિકાએ UAE, ચીન અને હોંગકોંગ સહિત ઘણા દેશોના 30થી વધુ નાગરિકો અને જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે.

America-Sanction4

US ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે, 'ઈરાન તેના તેલ વેચાણને ચાલુ રાખવા અને અસ્થિર પ્રવૃત્તિઓ માટે ભંડોળ મેળવવા માટે એક છુપાયેલા નેટવર્કનો ઉપયોગ કરી રહ્યું છે.' તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા ઈરાની તેલ સપ્લાય ચેઇનના દરેક પાસાઓને નિશાન બનાવશે અને ઈરાની તેલના વેપારમાં સામેલ કોઈપણ વ્યક્તિને કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઈરાની તેલના વેપારમાં સામેલ થવા બદલ ભારત, ઈરાન, મલેશિયા, સેશેલ્સ અને UAEની આઠ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, આ કંપનીઓ સાથે જોડાયેલા 8 જહાજોને પણ બ્લોક કરેલી સંપત્તિ જાહેર કરવામાં આવી છે.

America-Sanction5

આ પ્રતિબંધ US એક્ઝિક્યુટિવ ઓર્ડર 13902 અને 13846 હેઠળ લાદવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે, વોશિંગ્ટન ઈરાનની તેલ નિકાસને સંપૂર્ણપણે બંધ કરવા માંગે છે. આ અંગે ભારત સરકાર દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ આ પગલું દેશની ઊર્જા વેપાર નીતિઓને અસર કરી શકે છે. ભારતને વોશિંગ્ટન અને તેહરાન બંને સાથે તેના વ્યૂહાત્મક સંબંધોને સંતુલિત કરવાના પડકારનો સામનો કરવો પડી શકે છે.

About The Author

Related Posts

Top News

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.