16મીએ દિલ્હીમાં વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ

પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરી ને શુક્રવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ (ડબલ્યુએસડીએસ 2018)ની 2018ની આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ડબલ્યુએસડીએસધ એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)નો મુખ્ય મંચ છે અને સ્થાયી વિકાસઊર્જા અને પર્યાવરણનાં ક્ષેત્રોમાં વૈશ્વિક આગેવાનો અને વિચારકોને એક મંચ પર લાવવા ઇચ્છે છે.

સમિટમાં યજમાન તરીકે કેટલીક પ્રસિદ્ધ વ્યક્તિઓ ઉપસ્થિત રહેશેજેમાં કેન્દ્રિય પર્યાવરણવન અને આબોહવામાં પરિવર્તન મંત્રી ડો. હર્ષ વર્ધનઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુહાઉસિંગ અને શહેરી બાબતોનાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય મંત્રી (સ્વતંત્ર હવાલો) હરદીપ પુરીરાજ્ય કક્ષાનાં કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિંહા તેમજ મુખ્ય રાજકીય અને કોર્પોરેટ લીડર્સ સામેલ છે.

ચાલુ વર્ષની થીમ 'પાર્ટનરશિપ ફોર અ રિસાયલન્ટ પ્લેનેટછે. આ થીમ સાથે ડબલ્યુએસડીએસ 2018, આબોહવામાં ફેરફારને કારણે વિકાસશીલ અર્થતંત્રો જે તાત્કાલિક પડકારોનો સામનો કરી રહ્યા છે તે પડકારોનાં સમાધાનનું કાર્ય માળખું ઊભું કરવા ઇચ્છે છે.

આ સમિટ વિવિધ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરશેજેમાં જમીનનાં ધોવાણને અટકાવવુંશહેરોને જમીનમાં કચરો દાટવાની સમસ્યામાંથી મુક્ત કરવાકચરાનાં અસરકારક વ્યવસ્થાપનની પદ્ધતિઓહવાનાં પ્રદૂષણનો અસરકારક રીતે સામનો કરવાસંસાધન અને ઊર્જાદક્ષતા વધારવાનાં પગલાંસ્વચ્છ ઉર્જાના સંક્રમણને સુવિધાયુક્ત બનાવવુંઆબોહવા પરિવર્તનનું અસરકારક રીતે શમન કરવા નાણાકીય વ્યવસ્થા ઊભી કરવી જેવા મુદ્દા સામેલ છે.

ડબલ્યુએસડીએસ 2018માં ઉભું કરાયેલું 'ગ્રીનોવેશન એક્ઝિબિશનસ્થાયી વિકાસ લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીકલ સાધનો પ્રદર્શિત કરશે.

સમિટમાં 2000થી વધારે પ્રતિનિધિઓ ભાગ લેશે એવી અપેક્ષા છેજેમાં સમગ્ર વિશ્વમાંથી નીતિનિર્માતાઓસંશોધકોથિંક ટેંકરાજદ્વારીઓ અને કોર્પોરેટ સામેલ થશે. પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય વક્તાઓ વિવિધ મુદ્દાઓ પર સંબોંધન કરશેજેમાં જમીનહવા અને જળ પર અસર ઘટાડવી તેમજ સંપૂર્ણ સત્રમાં કાર્યક્ષમ રીતે સંસાધનોનો ઉપયોગ કરવાનાં માધ્યમો અને રીતો વગેરેનો સમાવેશ થાય છે.

ડબલ્યુએસડીએસ 2018માં થીમેટિક ટ્રેકમાં સ્થાયીપણાં સાથે સંબંધિત મુદ્દાઓ સામેલ હશેજેમાં કાર્બન માર્કેટ અને પ્રાઇઝિંગસ્થાયી પરિવહનમજબૂત શહેરોસૌર ઊર્જા અને રેફ્રિજરન્ટ ટેકનોલોજી સામેલ છે. ધ એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી) 15, 16 અને 17 ફેબ્રુઆરીનાં રોજ નવી દિલ્હીમાં તેનાં મુખ્ય ફોરમ વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ (ડબલ્યુએસડીએસ) ની વર્ષ 2018ની આવૃત્તિની યજમાની કરી રહ્યું છે.

Related Posts

Top News

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
National 
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત

દેશી સ્માર્ટફોન કંપની લાવાએ પોતાનો નવો મોબાઇલ ફોન લોન્ચ કરી દીધો છે, જે શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે. કંપનીએ...
Tech and Auto 
દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત
Copyright (c) Khabarchhe All Rights Reserved.