- National
- ગરીબીથી પરેશાન થઈ કિડની વેચવા માગતો હતો શખ્સ, પરંતુ છેતરપિંડીનો શિકાર થઈને ગુમાવ્યા 2.95 લાખ
ગરીબીથી પરેશાન થઈ કિડની વેચવા માગતો હતો શખ્સ, પરંતુ છેતરપિંડીનો શિકાર થઈને ગુમાવ્યા 2.95 લાખ
મુંબઈમાં એક વ્યક્તિ સાથે સાયબર ઠગોએ લગભગ 2.95 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. મીડિયા રિપોર્ટ મુજબ, ગરીબીથી પરેશાન થઈને એક વ્યક્તિએ પોતાની કિડની વેચવાનો નિર્ણય લીધો, પરંતુ છેતરપિંડીનો શિકાર થઈને 2.95 લાખ રૂપિયા ગુમાવી દીધા. પીડિતની ફરિયાદના આધાર પર મુંબઈ પોલીસે કેસ નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, મુંબઈના દહિસર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય પ્રશાંત નાગવેકરે લાંબા સમયના દેવાને પહોંચી વળવા માટે પોતાની કિડની વેચવાનો નિર્ણય લીધો. પરંતુ નસીબ એટલું ખરાબ હતું કે તેણે ગુગલ પર સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને જે લોકોને ફોન કર્યો એ લોકો સાયબર ઠગ નીકળ્યા અને પોતાની વાતોમાં ફસાવીને પીડિતને પાસેથી લગભગ 2,95 લાખ રૂપિયા પડાવી લીધા.
પ્રશાંત પ્રફુલ નાગવેકર તેની પત્ની, પુત્ર, માતા અને એક ભાઈનો સાથે રહે છે, મુંબઈના દહિસર વિસ્તારમાં એક ઝૂંપડપટ્ટી પુનર્વસન ભવનના એક નાનકડા ફ્લેટમાં રહે છે. તેના ભાઈ નાની-મોટા કામ કરીને ઘરનો ખર્ચ ચલાવે છે, જ્યારે નાગવેકર પોતે ઘરનો મુખ્ય ખર્ચ ઉઠાવે છે. છેલ્લા 10 વર્ષથી તે અંધેરી પૂર્વમાં ઇન્ડોસિટી ઇન્ફોટેક લિમિટેડમાં ઓફિસ બોયના રૂપમાં કામ કરે છે, તેને દર મહિને 15,000 રૂપિયાનો પગાર મળે છે, જેમાંથી 10,000 ઘરના ભાડા માટે અને 5000માં ઘરનો ખર્ચ ચલાવે છે.
પ્રશાંત નાગવેકર વર્ષોથી પોતાની આર્થિક તંગીનો અનુભવ થવા લાગ્યો હતો. તેના 10 વર્ષના પુત્રને સારી શાળામાં મોકલવો હતો. નાગવેકર એક ઘર પણ ખરીદવા માગતો હતો. એવી અપેક્ષા સાથે કે તેનાથી તેનું માસિક ભાડું બચી જશે, લોન લેવાનો કોઈ વિકલ્પ નહોતો. તેણે પોતાની આસપાસના લોકોને લાંબા ગાળાની લોનમાં ફસતા પહેલા જ જોયા હતા. તેણે આસપાસ પૂછપરછ કરી, લોકો સાથે વાત કરી અને વિચાર્યું કે પોતાના ઓર્ગન વેચીને તેને સારા પૈસા મળી શકે છે અને તેની બધી આર્થિક મુશ્કેલીઓનો પણ અંત આવી શકે છે.
પીડિતે ઘણા દિવસો સુધી આમ-તેમ જાણકારી મેળવી કે તે પોતાનું ઓર્ગન કેવી રીતે વેચી શકે છે અને તે ડાર્ક વેબ સુધી પહોંચી ગયો. વેબ પોર્ટલ પરથી તેને ખબર પડી કે નવી દિલ્હીની હોસ્પિટલમાં કિડની વેચી શકાય છે અને તેણે જાહેરાતમાં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો. પીડિત પ્રશાંતે તે નંબર ડાયલ કર્યો અને એ લોકોને કહ્યું કે પોતાની એક કિડની વેચવા માગે છે.
એ લોકોએ પ્રશાંત બાબતે બધું પૂછ્યું અને તેને કહ્યું કે તેઓ ફરીથી ફોન કરશે.’ પ્રશાંતે પોતાના પરિવારમાં કોઈને પણ પોતાની યોજના બાબતે ન જણાવ્યું. 16 જૂન 2025ના રોજ નાગવેકર પોતાની કંપનીની બોરીવલી ઓફિસમાં હતો ત્યારે તેના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો. બીજી તરફ ઉપસ્થિત વ્યક્તિએ તેને કહ્યું કે તે કિડની વેચવા બાબતે તેના સવાલના જવાબમાં ફોન કરી રહ્યો છે.
વોટ્સએપ કોલ કરનારે તેનું નામ, સરનામું, બ્લડ ગ્રુપ અને બધી વિગતો લેતા પ્રશાંતને કહ્યું કે તેની એક કિડનીના બદલામાં એક કરોડ મળશે, પરંતુ પહેલાં તેણે ઓપરેશન અગાઉની ઘણી તપાસો માટે 2.95 લાખ જમા કરાવવા પડશે, જેની વ્યવસ્થા ખરીદનાર કરશે. જ્યારે નાગવેકરે આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી, તો તેમણે નાના-નાના હપ્તામાં ચૂકવણી કરવાનું કહ્યું અને પૈસા જમા કરાવવા માટે 3 અલગ-અલગ ખાતા આપ્યા. એક કરોડ મેળવવા માટે ઉત્સુક નાગવેકર, જે ક્યારેય લોન લેવા માગતો નહોતો, તેણે ઓનલાઈન લોન એપ્સમાંથી પર્સનલ લોન લીધી અને 2.95 લાખ રૂપિયા જમા કરી દીધા.
પૈસા મળ્યાની પુષ્ટિ કર્યા બાદ ફોન કરનારાઓએ તેને કહ્યું કે તેણે 1.30 લાખ રૂપિયા વધુ ચૂકવવા પડશે. નાગવેકરે પહેલા વિચાર્યું કે કંઈક ખોટું છે અને પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો, પરંતુ પછી જ્યારે પણ તેણે ફોન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ જવાબ ન મળ્યો. આખરે પ્રશાંતને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તેણે મુંબઈના દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે કેસ નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી છે.

