- Business
- ‘..તો અડધો થઈ જશે ટોલ ટેક્સ, આવા રસ્તાઓ પર ગાડીવાળાઓને મળશે રાહત, જાણો શું છે સરકારનો પ્લાન
‘..તો અડધો થઈ જશે ટોલ ટેક્સ, આવા રસ્તાઓ પર ગાડીવાળાઓને મળશે રાહત, જાણો શું છે સરકારનો પ્લાન
રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે નેશનલ હાઈવે (NH) પર ટોલ ટેક્સને લઈને અન્ય એક નવો નિયમ લાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ નવા નિયમ મુજબ, જો 10 મીટર પહોળા ટૂ-લેન રોડને ફોર-લેન રોડમાં બદલવામાં આવી રહ્યો હોય, તો ટોલ ટેક્સ અડધો કરી દેવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવશે કેમ કે રોડ નિર્માણ દરમિયાન લોકોને પૂરી સુવિધાઓ મળી શકતી નથી. રોડની પહોળાઈ ઓછી થઈ જાય છે, જેથી ટ્રાફિક જામની સમસ્યા થાય છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી આવા રસ્તાઓ પર ટોલ ટેક્સ નેશનલ હાઈવેના સામાન્ય ટોલના 60 ટકા હોય છે. આ નિયમ ત્યારે પણ લાગૂ પડે છે, જ્યારે રસ્તાનું કામ ચાલી રહ્યું હોય, કારણ કે આ રસ્તાઓ ડિવાઈડર વિનાના હોય છે. જો સરકાર આ પ્રસ્તાવ સ્વીકારે છે, તો બાંધકામ દરમિયાન માત્ર 30 ટકા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. તેના માટે નાણા મંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડશે.
જો ફોર-લેન રોડને સિક્સ-લેન રોડમાં બદલવામાં આવી રહ્યો હોય અથવા સિક્સ-લેન રોડને એઇટ-લેન રોડમાં બદલવામાં આવી આવી રહ્યો હોય, તો ટોલ ટેક્સનો સામાન્ય દર 75 ટકા લેવામાં આવે છે. તેનું કારણ એ છે કે રસ્તાના નિર્માણ દરમિયાન લોકોને પૂરી સુવિધાઓ મળી શકતી નથી. ઘણી વખત આ બાબતે કોર્ટમાં ફરિયાદો આવી છે.
માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે તેઓ આગામી 2 વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરીને 25,000 કિલોમીટરના ટૂ-લેન રસ્તાઓને ફોર લેનમાં બદલશે. ટૂ-લેન રસ્તાઓ પર ટોલ ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ એટલે પણ જરૂરી છે. સરકાર આગામી 10 વર્ષમાં ટૂ-લેન રસ્તાઓને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે કેમ કે દેશમાં 1.46 લાખ કિલોમીટરના નેશનલ હાઇવેમાંથી લગભગ 80,000 કિલોમીટરના રસ્તાઓ આ કેટેગરીમાં આવે છે.

