આ સમાજને CM પટેલની ઓફર, તમારે શૈક્ષણિક હોસ્ટેલ બનાવવી હોય તો સરકાર જમીન આપશે

CM ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહીર સેવા સમાજ સમિતિ દ્વારા આયોજીત 29માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ 238 નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. CMએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આહિર સમાજ એક બનીને આગળ વધતો સમાજ છે, જેથી તેમને પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહી. સમાજ સારા ઉદ્દેશ સાથે આગળ વધતો હોય તો સરકાર તેમની સાથે હોવાનુ જણાવીને સરકારની નીતિ અનુસાર આહિર સમાજ સુરતમાં શૈક્ષણિક છાત્રાલયનું નિર્માણ કરવા ઈચ્છતો હોય તો રાજ્ય સરકાર દ્વારા જમીન આપવા માટેની તત્પરતા CM દર્શાવી હતી. સમાજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લઈને પ્રગતિ કરી રહ્યો છે. કરકસરના પ્રતિકરૂપ સમુહલગ્નોથી એકતાનો ભાવ પ્રગટ થાય છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાણા બાળકોના શિક્ષણ, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, આહીર સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે. પૈસાના અભાવે કોઈ દીકરીઓના લગ્ન થતા રહી ન જાય તે માટે સમાજના અગ્રણીઓએ વર્ષોથી સમુહલગ્નોત્સવનું આયોજન કરી રહ્યો છે જે બદલ સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. કોરોનાના કપરા કાળમાં આહિર સમાજના ડોકટરોએ સેવાપરાયણતાના ભાવ સાથે દર્દીઓની કરેલી સેવાને યાદ કરી સૌને શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.

સમૂહલગ્નની સાથે સેવાકીય પ્રવૃતિમાં સમારોહ સ્થળે ‘રક્તદાન કેમ્પ, અંગદાન મહાદાન’ જાગૃતિ અભિયાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર 238 નવયુગલોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા તથા પ્રધાનમંત્રી જીવનજયોતિ યોજના હેઠળ રૂ.4 લાખના કવચની ભેટ આપવામાં આવી હતી. જેનું સંપુર્ણ પ્રિમિયમ સમાજ દ્વારા ભરવામાં આવશે. રાજ્ય સરકારની સાત ફેરા સમુહલગ્ન અને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ દરેક દીકરીઓને રૂ.24,000ની સહાયનો પણ લાભ મળશે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.