MS યુનિવર્સિટીમાં નમાઝનો વધુ એક વીડિયો વાયરલ, આ વખતે વિદ્યાર્થિનીએ નમાજ વાંચી

વડોદરા શહેરની M.S..યુનિવર્સિટીમાં ફરી એકવાર એક વિદ્યાર્થિની દ્વારા નમાઝ વાચવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના શુક્રવારની સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વડોદરાની M.S. યુનિવર્સિટીમાં નમાઝ વાચવાને લઇને સતત ત્રીજો વિવાદ સામે આવ્યો છે, જેમાં ગત શુક્રવારે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં એક મુસ્લિમ વિદ્યાર્થિનીએ લોબીમાં નમાઝ વાંચી હતી, જેનો વીડિયો કોઇએ બનાવી લીધા હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

રિપોર્ટ્સ મુજબ, ગત શુક્રવારના રોજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ તહેવાર અગાઉ પતંગોત્સવ ઊજવવામાં આવી રહી હતી. આ દરમિયાન બૉટની ડિપાર્ટમેન્ટમાં બીજા માળે ક્લાસરૂમની બહાર ગેલેરીમાં બપોરના સમયે એક વિદ્યાર્થિની નમાઝ વાંચી હતી. આ દરમિયાન તેની આજુબાજુમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. M.S. યુનિવર્સિટીનું તંત્ર આ બાબતે લાચાર સાબિત થયું છે. યુનિવર્સિટી દ્વારા માત્ર આવા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી તેમને સમજાવી શકાય છે.

આ અગાઉ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (M.S.U)ના પરિસરમાં આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક સ્ત્રી અને પુરુષ દ્વારા નમાઝ વાચવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થતા અફરાતફરી મચી જવા પામી હતી, જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સહમંત્રી કાર્તિક જોષીએ યુનિવર્સિટી સત્તાધીશો પાસે તપાસની માગણી કરી હતી. 26 ડિસેમ્બરે વડોદરાની M.S. યુનિવર્સિટીમાં નમાઝ પડવાનો વધુ એક વીડિયોથી વિવાદ વધ્યો હતો. કોમર્સ ફેકલ્ટી પર પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીએ કેમ્પસમાં જ નમાઝ વાંચી હતી, જેને લઇને હોબાળો મચી ગયો હતો.

ઘટનાના પગલે યુનિવર્સિટીનો વિજિલન્સનો સ્ટાફ તેમજ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ ઘટના કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ હાયર પેમેન્ટ યુનિટની પાછળના ભાગે બની હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ યુનિટ બિલ્ડિંગ પાસે આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટ પાસે સ્ત્રી અને પુરુષ દ્વારા નમાઝ વાચવામાં આવી હતી. M.S. યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી દ્વારા નમાઝ પડવામાં આવ્યા બાદ હવે મામલો ગરમાયો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા M.S. યુનિવર્સિટીમાં રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સૂત્રોચ્ચારો કરતા-કરતા એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરની ઓફિસે પહોંચ્યા હતા. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા M.S. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી. M.S. યુનિવર્સિટીના PROને રજૂઆત કરી હતી કે આવી રીતે જાહેરમાં નમાઝ વાચવામાં આવે છે, એ બાબતે કાર્યવાહી કરવામાં આવે, જેના જવાબમાં PROએ પણ નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરીશું, તેવો જવાબ આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.