વિધાનસભાની ચૂંટણી વખતે વંકાયેલા દિનુ મામાને ભાજપે બરોડા ડેરીના પ્રમુખ બનાવ્યા

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી વખતે ભાજપથી નારાજ થયેલા દિનેશ પટેલ ઉર્ફે દિન મામાને ભાજપ મનાવીને પાર્ટીમાં લાવ્યું હતું અને હવે આ જ દિનુ મામાને બરોડા ડેરીના પ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં દિનેશ પટેલ પાદરા બેઠક પરથી અપક્ષ લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. બરોડા ડેરીના પ્રમુખ તરીકે દિનુ મામાનું નામ ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ જાહેર કર્યું છે.

બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતીષ પટેલે રાજીનામું આપ્યા પછી દિનુ મામાનું નામ ચર્ચામાં હતું. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ ગુરુવારે દિનુ મામાના નામની જાહેરાત કરી હતી. ઝડફિયાના આ નિર્ણયના વડોદરા ભાજપના નેતાઓએ આવકાર્યો છે.

બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા પછી સતીષ પટેલે કહ્યું હતું કે, તેઓ જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. ભાજપનો એક વ્યકિત એક હોદ્દાના નિયમ મુજબ પાર્ટીના આદેશથી મેં બરોડા ડેરીના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે. પાર્ટી જેને પ્રમુખ બનાવશે તેને સહકાર આપીશ.

દિનુ મામાએ પ્રમુખ તરીકેના ભાર સંભાળ્યા પછી કહ્યું હતું કે, બરોડા ડેરીના માથે એક પણ રૂપિયાનું દેવું નથી અને બોડેલી ખાતે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

બરોડા ડેરી એક સહકારી સંસ્થા છે. બરોડા ડેરી સાથે આસપાસના 3 જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો દૂધ કાર્યક્ષેત્રમાં સામેલ છે. 1,156 જેટલા ગામડાના કો-ઓપરેટિવ સોસાયટીઓ બરોડા ડેરી સાથે સંકળાયેલી છે, બરોડા ડેરીમાં રોજ 5 લાખ 70 હજાર લીટર જેટલું દૂધ આવે છે.

દિનેશ પટેલને વડોદરાના લોકો દિનુ મામા તરીકે વધારે ઓળખે છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી વખતે ભાજપે દિનુ મામાને ટિકીટ નહોતી આપી, એટલે તેમણે નારાજ થઇને પાદરા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.એ પછી દિનુ મામાની પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ઘર વાપસી કરવામાં આવી હતી.

બરોડા ડેરીના પ્રમુખ ની આજે યોજાયેલી ચૂંટણીમાં ફરી એકવાર દીનુ મામા બિનહરીફ જાહેર થયા છે. બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની બીજી ટર્મ માટે ચૂંટણી યોજાતા ભાજપના મેન્ડેટ મુજબ ડેરીના પ્રમુખ તરીકે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ નિશાળીયા અને ઉપ-પ્રમુખ પદે જીબી સોલંકી ચૂંટાયા હતા. પરંતુ ત્યારબાદ એક વ્યક્તિ એક હોદ્દા ના નિયમ પ્રમાણે પ્રદેશ પ્રમુખે સતીશ પટેલનું રાજીનામું માંગતા તેમણે ડેરીના પ્રમુખ પદે રાજીનામું આપ્યું હતું.

About The Author

Related Posts

Top News

વોટ્સએપ, ટેલિગ્રામ પર નહીં આવે ફેક કોલ અને મેસેજ, સરકારે કરી મોટી તૈયારીઓ

વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા OTT પ્લેટફોર્મ પર વધતા નકલી કોલ્સને રોકવા માટે સરકારે મોટી તૈયારીઓ કરી છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ...
Tech and Auto 
વોટ્સએપ, ટેલિગ્રામ પર નહીં આવે ફેક કોલ અને મેસેજ, સરકારે કરી મોટી તૈયારીઓ

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત...
Health 
શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર ખૂબ જ ઓછો છે. બંને દેશો વચ્ચે સતત ભૂ-રાજકીય તણાવ અને સરહદી તણાવને...
Business 
ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર
Copyright (c) Khabarchhe All Rights Reserved.