- National
- ગુજરાત ભાજપે પોતાના જ કોર્પોરેટર આશિષ જોશીને કેમ સસ્પેન્ડ કરી દીધા
ગુજરાત ભાજપે પોતાના જ કોર્પોરેટર આશિષ જોશીને કેમ સસ્પેન્ડ કરી દીધા
Pakistani MP calls Shehbaz Sharif 'geedad says he is scared of PM Modi

છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી (BJP) સામે બાંયો ચઢાવનાર ભાજપા કોર્પોરેટર આશિષ જોષીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા સસ્પેન્શન લેટરમાં લખવામાં આવ્યું છે કે ઘણી વખત આપને પાર્ટી દ્વારા મૌખિક અને લેખિતમાં શિસ્તમાં રહેવા કહેવામા આવ્યું હતું. ઘણા પ્રસંગે આપના વર્તન અને વ્યવહારથી પાર્ટીની છબી બગડી રહી છે. તમને આ અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, એ છતા તમારા વ્યવહારમાં સુધારો થયો નથી અને કેટલીક જગ્યાએ પાર્ટીની છબી ખરડવામાં સહભાગી થયા હોય તેમ ખાતરી થઈ છે. જે અલગ-અલગ વર્તમાનપત્રો અને અને સોશિયલ મીડિયાના વિવિધ મધ્યમોથી પણ પુષ્ટિ થઈ છે. જે બાબતને ધ્યાનમાં લઈને પ્રદેશ અધ્યક્ષ શ્રીની સૂચનાથી તમને ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને પ્રાથમિક સભ્ય પદ પરથી બરખાસ્ત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલર આશિષ જોષીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે સામાન્ય સભામાં કાંસની સફાઇ બાબતે ગેરર્તન કર્યું હતું. આ ઉપરાંત ઘણી વખત ભાજપાની છબી પર કલંક લાગે તેવા નિવેદન અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ મામલે તેમને શહેર ભાજપ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલમાં વડોદરા મહાનગર સેવાસદન દ્વારા મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આયોજીત કાર્યક્રમમાં હરણી બોટ કાંડ પીડિત 2 મહિલાઓને મોકલીને પાલિકા શાસકોના ધજાગરા ઉડાવ્યા હોવામાં પણ કાઉન્સિલર આશિષ જોષીનુ નામ આવ્યું સામે આવ્યું હતું. આવી ઘણી બાબતોને લઇને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આશિષ જોશી ઉપરાંત પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પણ શિસ્તભંગને કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જાણકારોનું કહેવું છે કે, વોર્ડ નં-15ના કોર્પોરેટર આશિષ જોશીને હરણી બોટકાંડના પીડિત પરિવારો સાથેની નીકટતા નડી છે, જ્યારે પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ દ્વારા પાર્ટીની શિસ્તને શોભે નહીં તેવી સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી. જેથી બંને મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત લોકોમાં ચર્ચાઇ રહી છે.
Related Posts
Top News
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે
Opinion
