અમદાવાદનું દંપતી કાશ્મીરમાં રિવર રાફટિંગ દરમિયાન તણાઈ જતા મોત, વીડિયો વાયરલ

ગાંધીનગરના સાદરા-મોતીપુરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતું દંપતી જમ્મુ-કાશ્મીરમાં ફરવા માટે ગયું હતું. પરંતુ, તેમને કયાં ખબર હતી કે આ સફર તેમની અંતિમ સફર બની જશે. જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળની સહેલગાહ કર્યા બાદ પહેલ ગામ ખાતે રિવર રાફટિંગ કરતી વેળાએ તેમની બોટ અચાનક પાણીમાં તણાઈ જતા દંપતી સહિત અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મોતીપુરા ગામમાં હાલ શોકની લાગણી છે.

મળતી માહિતી મુજબ, સાદરા-મોતીપુરા ગામના વતની ભીખાભાઈ અંબાલાલ પટેલ અને તેમની પત્ની સુમિત્રાબેન અમદાવાદના કૃષ્ણનગર ખાતે રહેતા હતા. તેમનો પુત્ર મંથન કેનેડામાં રહે છે. દરમિયાન ભીખાભાઈ પત્ની સુમિત્રાબેન અને વેવાઇ સાથે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા. દરમિયાન અનેક સ્થળ પર સહેલગાહ કર્યા બાદ દંપતી પહેલગામ ફરવા માટે આવ્યા હતા. દરમિયાન અન્ય સહેલાણીઓ સાથે પટેલ દંપતી પણ રિવર રાફટિંગ કરવા માટે બોટમાં બેઠું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by Patiala Politics (@patialapolitics)

તેમની સાથે અન્ય બે યુવતીઓ પણ બોટમાં બેઠી હતી. જો કે બોટની સફર દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતા ખલાસીએ બોટ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બોટ પાણીના વિશાળ પ્રવાહમાં તણાઈ હતી. આ દુર્ઘટનામાં ભીખાભાઈ તથા તેમના પત્ની સુમિત્રાબેન તથા અન્ય એક નદીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં મોત થઈ ગયા હતા. ત્યાર બાદ સર્ચ ઓપરેશન હાથધરીને ત્રણેય મૃતદેહ શોધી કઢાયા હતા. માહિતી મુજબ, દંપતીનાં મૃતદેહને હવાઈ માર્ગે અમદાવાદ પરત લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે. આ દુર્ઘટનાથી મોતીપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટનાનો હચમચાવે એવો વીડિયો પણ સામે આવ્યો છે.

Related Posts

Top News

આગામી 4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 4 દિવસ  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ગુજરાત નજીક અરબ...
Gujarat 
આગામી 4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાઇડ કેન્સલ કરી તો થશે દંડ, ડ્રાઈવર-યાત્રી બંને માટે અલગ-અલગ છે નિયમ

ઓલા, ઉબર જેવી એપ આધારિત ટેક્સી સર્વિસ આપનારી કંપનીઓના દેશભરમાં કરોડોની સંખ્યા ગ્રાહક છે. ક્યાંક જવું હોય, તો...
Business 
રાઇડ કેન્સલ કરી તો થશે દંડ, ડ્રાઈવર-યાત્રી બંને માટે અલગ-અલગ છે નિયમ

વાલીઓ માટે ચેતવણી: બાળક મોઢાથી શ્વાસ લે તો આ 5 મુશ્કેલી થઈ શકે

કેટલીક વખત મોઢા દ્વારા શ્વાસ લેવું સામાન્ય લાગતું હોય, પરંતુ બાળકમાં નિયમિત મોઢા દ્વારા શ્વાસ લેવું તેમના વિકાસમાં અનેક...
Charcha Patra 
વાલીઓ માટે ચેતવણી: બાળક મોઢાથી શ્વાસ લે તો આ 5 મુશ્કેલી થઈ શકે

8 વર્ષ પહેલા અકસ્માતમાં થયું હતું અવસાન, પરંતુ રાશન લેવા આજે પણ આવે છે 'આત્મા'

મધ્યપ્રદેશના ટિકુરી અકૌના ગામમાં કંઈક વિચિત્ર ઘટના બની રહી છે. આઠ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા એક માણસની આત્મા ગામના ક્વોટામાંથી...
National 
8 વર્ષ પહેલા અકસ્માતમાં થયું હતું અવસાન, પરંતુ રાશન લેવા આજે પણ આવે છે 'આત્મા'
Copyright (c) Khabarchhe All Rights Reserved.