14મી કે 15મીએ? ક્યારે છે મકરસંક્રાંતિ, જાણી લો સ્નાન-દાનનો સમય અને તેનું મહત્ત્વ

હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. કેલેન્ડર મુજબ, જ્યારે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેને ઘણી જગ્યાએ ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે તેથી તેને ઉત્તરાયણ પણ કહેવાય છે. દર વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને મૂંઝવણ રહેતી હોય છે. જાણો આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ક્યારે ઉજવાશે...

વૈદિક કેલેન્ડર મુજબ, મકરસંક્રાંતિનો તહેવાર સામાન્ય રીતે દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, પરંતુ કેટલીકવાર તારીખની હેરફેરને કારણે તેની તારીખ બદલાય કરતી હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે, મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીને બદલે 15 જાન્યુઆરીએ પણ આવે છે. આવી સ્થિતિમાં, મકરસંક્રાંતિની ચોક્કસ તારીખને લઈને લોકોમાં અનેક મૂંઝવણ ઊભી થાય છે.

હવે આ વર્ષે વૈદિક કેલેન્ડર મુજબ, ગ્રહોનો રાજા, સૂર્ય, ધનુરાશિમાંથી બહાર નીકળીને 14 જાન્યુઆરી, 2025, મંગળવારે સવારે 9.03 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે.

મકરસંક્રાંતિ પુણ્યકાળ: સવારે 09:03થી સાંજે 05:46, સમયગાળો-08 કલાક 42 મિનિટ

મકરસંક્રાંતિ મહા પુણ્ય કાલ: સવારે 09:03 થી 10:48, સમયગાળો-01 કલાક 45 મિનિટ

મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન માટેના અન્ય શુભ સમય: અભિજીત મુહૂર્ત-બપોરે 12:09 PMથી 12:51 PM, વિજય મુહૂર્ત-02:15 PMથી 02:57 PM, ગોધુલી મુહૂર્ત-05:43 PMથી 06:10 PM, સાયાહ્ન સંધ્યા-05:46 PMથી 07:07 PM, અમૃત કાલ-07:55 AMથી 09:29 AM.

14 જાન્યુઆરી, 2025ના રોજ, રાહુકાલનો સમય બપોરે 03:08 PM થી 04:27 PM સુધીનો રહેશે.

જ્યારે સૂર્ય ધનુ રાશિમાં હોય છે, ત્યારે ખરમાસ શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન, માંગલિક કર્યો અને શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં જ લગ્ન સહિત અન્ય શુભ કાર્યો ફરી એકવાર શરૂ થાય છે. આ સાથે જ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. આ દિવસે તલ, ચોખા, કઠોળ, ખીચડી વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

Related Posts

Top News

સુરતના બીલીપત્ર જ્વેલ્સે લોન્ચ કર્યું તેનું અનોખું જેમ્સસ્ટોન કલેક્શન ‘રિવાયત’

ડાયમંડના કેન્દ્રમાં - તેની અદભુત જ્વેલરી માટે જાણીતા બીલીપત્ર જ્વેલ્સે રિવાયત નામનું એક અદભુત નવું જેમ્સસ્ટોન કલેક્શન રજૂ કર્યું છે....
Lifestyle 
સુરતના બીલીપત્ર જ્વેલ્સે લોન્ચ કર્યું તેનું અનોખું જેમ્સસ્ટોન કલેક્શન ‘રિવાયત’

રાહુલે એમ કેમ કહ્યું કે- 'મેં ભૂલ કરી, હું OBCને સમજી શક્યો નહીં...'

કોંગ્રેસ પાર્ટીએ રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં OBC ભાગીદારી મહા સંમેલનનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના CM ...
National 
રાહુલે એમ કેમ કહ્યું કે- 'મેં ભૂલ કરી, હું OBCને સમજી શક્યો નહીં...'

સુરત ઓફિસર જીમખાનાના શૂટર ભાઈઓ અને બહેનોએ 29 મેડલ જીત્યા

61મી ગુજરાત સ્ટેટ રાઇફલ પિસ્તોલ શૂટિંગની સ્પર્ધા મિલિટરી એન્ડ રાઈફલ ટ્રેનિંગ એસોસિએશન ખાનપુર અમદાવાદ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધા 10...
Gujarat 
સુરત ઓફિસર જીમખાનાના શૂટર ભાઈઓ અને બહેનોએ 29 મેડલ જીત્યા

‘સંબંધ બાંધવાની ઉંમર 18ની જગ્યાએ 16 વર્ષ કરો..’, સુપ્રીમ કોર્ટમાં ઉઠી આ માગ

એમિક્સ ક્યૂરી અને વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે પરસ્પર સહમતિથી રોમાન્ચ અને સંબંધ બનાવવાની ઉંમર...
National 
‘સંબંધ બાંધવાની ઉંમર 18ની જગ્યાએ 16 વર્ષ કરો..’, સુપ્રીમ કોર્ટમાં ઉઠી આ માગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.