- Lifestyle
- સિંગાપુર બની દુનિયાની સૌથી મોંઘી સિટી, એશિયન શહેરોમાં દબદબો; મુંબઈની શું હાલત?
સિંગાપુર બની દુનિયાની સૌથી મોંઘી સિટી, એશિયન શહેરોમાં દબદબો; મુંબઈની શું હાલત?
જો કોઈ તમને પૂછે કે દુનિયાનું સૌથી શાનદાર અને મોંઘુ શહેર કયું છે, તો કદાચ તમે જવાબ આપવા પહેલા થોડો વિચાર કરો. જુલિયસ બેયર ગ્લોબલ વેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ રિપોર્ટ 2025 મુજબ, સિંગાપુર દુનિયાનું સૌથી શાનદાર અને મોંઘુ શહેર છે. સિંગાપુરમાં લક્ઝરી જીવન જીવવાનું સૌથી મોંઘુ છે. આ રિપોર્ટ દુનિયાના 25 શહેરોમાં અમીર લોકો માટે જીવન જીવવાના ખર્ચનો અભ્યાસ કરે છે. તેમાં ઘર, લક્ઝરી મુસાફરી, શૉપિંગ, ઘડિયાળ અને ડિઝાઇનર હેન્ડબેગ જેવી વસ્તુઓની કિંમત સામેલ કરવામાં આવી છે.
આ પહેલી વખત નથી, જ્યારે સિંગાપુર દુનિયાનું સૌથી મોંઘુ શહેર બન્યું છે. આ ત્રીજી વખત છે જ્યારે સિંગાપુરે આ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. અહીંની શાનદાર લાઈફ, ઉત્તમ સુવિધાઓ, સાફ-સફાઈ અને સુરક્ષા વ્યવસ્થા તેને નંબર 1 બનાવે છે. ગયા વર્ષે સિંગાપુરની બિઝનેસ ક્લાસ ફ્લાઇટની કિંમતો 14.5 ટકા વધી છે. આ સિવાય, કાર અને મહિલાઓની હેન્ડબેગ અહીં સૌથી મોંઘી છે. રિપોર્ટ મુજબ, સિંગાપુરમાં અમીર લોકો ગ્લોબલ ઇન્વેસ્ટર પ્રોગ્રામ જેવા નિયમોને કારણે આવી રહ્યા છે. તેનાથી શહેરની વસ્તી વધી છે અને તે અમીરોની પસંદગીની જગ્યા બની ગઈ છે.
લંડન અને હોંગકોંગની સ્થિતિ
આ લિસ્ટમાં સિંગાપુર બાદ લંડન બીજા નંબર પર છે. અહીં પણ બિઝનેસ ક્લાસ ફ્લાઇટની કિંમત વધી છે. આ ઉપરાંત, લંડનમાં લેસિક સર્જરી, MBA પ્રોગ્રામ અને ખાનગી શાળાઓ લંડનમાં સૌથી મોંઘી છે. અગાઉ બીજા નંબર પર રહેનાર હોંગકોંગ, હવે ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. છતા, અહીં રોકાણનો માહોલ અને ટેક્સ છૂટને કારણે, અમીર લોકો ઝડપથી આકર્ષાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ, કોવિડ મહામારી બાદ હોંગકોંગની અર્થવ્યવસ્થામાં સુધાર થયો છે. પર્યટન અને નિકાસ વધવાથી તે ફરીથી મજબૂત થયું છે.
દુબઈની શું છે સ્થિતિ?
દુબઈનું નામ પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે તે 12મા નંબરે હતું. પરંતુ હવે તે 7મા નંબરે પહોંચી ગયું છે. દુબઈમાં રિયલ એસ્ટેટ, ઓછો ટેક્સ અને બિઝનેસના અવસરો અમીરોને ઝડપથી આકર્ષિત કરી રહ્યું છે. લોકો અહીં ન માત્ર છુટ્ટીઓ મનાવવા આવે છે, પરંતુ સંપત્તિમાં પણ રોકાણ કરે છે.
ટોપ-10 શહેરોની લિસ્ટ:
સિંગાપુર, લંડન, હોંગકોંગ, શંઘાઈ, મોનાકો, જ્યુરિખ, ન્યૂયોર્ક, પેરિસ, સાઓ પાઉલો અને મિલાન. જુલિયસ બેયર ગ્લોબલ વેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ રિપોર્ટમાં ભારતીય શહેરોની વાત કરીએ તો, મુંબઈને ટોપ-20માં સામેલ કરવામાં આવ્યું છે. મુંબઈ ભારતના સૌથી મોંઘા શહેરોમાં બનેલું છે. જોકે, એશિયાની વાત કરીએ તો, ટોપ-20માં 8 શહેરો એશિયાના છે. તેમાં સિંગાપુર, હોંગકોંગ, શંઘાઈ, બેંગકોક, જકાર્તા, ટોક્યો, મુંબઈ અને મનીલા સામેલ છે.
જુલિયસ બેયરના રિસર્ચ હેડ ક્રિશ્ચિયન ગટિકર-એરિકસેને જણાવ્યું હતું કે આ રિપોર્ટ એ સમયનો છે, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવા ટેરિફ લાગૂ કર્યા હતા. આ ટેરિફની અસર ગ્લોબલ ફાઈનાન્શિયલ માકેટ પર પડી છે અને આગામી સમયમાં પણ પડશે. જાણકાર આગામી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, જે ગ્લોબલ ટ્રેડ અને આર્થિક બદલાવો પર જાણકરી આપશે. રિપોર્ટ મુજબ એશિયન દેશોના લોકો સૌથી વધુ મોબાઇલ અને બહાર ખાવા પર ખર્ચ કરે છે. એજ રીતે યુરોપમાં લોકો સૌથી વધુ 44 ટકા ખર્ચ રેસ્ટોરાંમાં ખાવા પર ખર્ચ કરે છે. અમેરિકામાં, 43 ટકા ખર્ચ હેલ્થ પર થાય છે.
મુંબઈમાં રેસ્ટોરાંમાં ભોજન પર કેટલો ખર્ચ?
હાલના જ એક અહેવાલ મુજબ, મુંબઈના લોકો સૌથી વધુ ખર્ચ હવાઈ મુસાફરી પર 42 ટકા, અને રેસ્ટોરાંમાં ખાવા પર 44 ટકા ખર્ચ કરે છે. હોટલમાં રહેવા અને લક્ઝરી વસ્તુઓ ખરીદવા માટે આ ટકાવારી 12 અને 9 ટકા છે. એશિયન દેશોમાં, લગભગ 13 ટકા લોકો બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. 9 ટકા લોકો ઘડિયાળો ખરીદવા અને 8 ટકા લોકો સાયકલ ચલાવવા પર ફોકસ કરે છે.

