- Lifestyle
- શેફાલી જરીવાળાને હાર્ટ ઍૅટેક નહીં, કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, બંને અલગ છે
શેફાલી જરીવાળાને હાર્ટ ઍૅટેક નહીં, કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, બંને અલગ છે

બોલિવુડ અભિનેત્રી શેફાલ જરીવાળાનું શુક્રવારે મોડી રાત્રે મુબઇમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું. શેફાલી માત્ર 42 વર્ષની હતી. કાર્ડિયાક અરેસ્ટ એટલે શરીરની એક ઇમરજન્સી કંડિશન હોય છે અને હ્રદય અચાનક ઘડકવાનું બંધ કરી દે છે. કોઇ પણ ઉંમરની વ્યક્તિને આવી શકે.
નિષ્ણાતોનું કહેવું છે કે, સામાન્ય રીતે કાર્ડિયાક અરેસ્ટ સામન્ય રીતે 30 વર્ષથી નીચેની વયના વ્યક્તિઓમાં આવવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં હવે બાળકો પણ કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બની રહ્યા છે. વારસાગત અથવા હાર્ટનો પ્રોબ્લેમ હોય તો કાર્ડિયાક અરેસ્ટની શક્યતા વધી જાય છે.
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ બંને વચ્ચે ફરક છે. હાર્ટ એટેકમાં દીલના કોઇ પણ ભાગમાં લોહીનો પ્રવાહ અવરોધાય અને સ્નાયુઓને ઓક્સીજન મળતું નથી ત્યારે જે હુમલો આવે તેને હાર્ટ એટેક કહેવાય. જ્યારે શરીર અને મગજ સુધી લોહી ફરતુ બંધ થઇ જાય ત્યારે જે હુમલો આવે તે કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે.
Related Posts
Top News
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા
Opinion
