ગુજરાત બોર્ડ પરીક્ષામાં 9200 શિક્ષકોને 1.54 કરોડનો કેમ દંડ ફટકારી દેવાયો

પરીક્ષાના મૂલ્યાંકનમાં ભૂલો કરવા બદલ ગુજરાત બોર્ડે 9 હજારથી વધુ શિક્ષકોને રૂ. 1.54 કરોડનો દંડ ફટકાર્યો છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ભૂલો કરવા બદલ બે વર્ષમાં 9,218 શિક્ષકો પાસેથી રૂ. 1.54 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગુજરાતના આ શિક્ષકો દ્વારા ધોરણ 10 અને 12 ની ઉત્તરવહીમાં કુલ માર્કસનો સરવાળો કરવામાં ભૂલ જોવા મળી હતી.

રાજ્યના શિક્ષણ મંત્રીએ વિધાનસભાને આ માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ભૂલ કરનારા શિક્ષકોની સંખ્યા કેટલી છે? તેને કેટલો દંડ થયો? કેટલા શિક્ષકોએ દંડ ભર્યો? શિક્ષકોએ દંડ ન ભર્યો તો સરકારે શું પગલાં લીધાં?

પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના આ પ્રશ્નના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સ્વીકાર્યું કે, ઓછામાં ઓછા 9,218 શિક્ષકો, જેમાં ધોરણ 10ના 3,350 અને ધોરણ 12ના 5,868 શિક્ષકોએ વર્ષ 2022 અને 2023ની બોર્ડની પરીક્ષાઓ માટે ઉત્તરવહીના મૂલ્યાંકન દરમિયાન મુકેલા ગુણનો સરવાળો કરવામાં ભૂલો કરવામાં આવી હતી. ગૃહમાં રજૂ કરાયેલા લેખિત જવાબ મુજબ રાજ્ય સરકારે આ શિક્ષકો પર 1.54 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સરેરાશ, શિક્ષક દીઠ આશરે રૂ. 1,600 દંડ લગાવવામાં આવ્યો હતો.

10ના 787 શિક્ષકો અને 12ના 1870 મળી કુલ 2657 શિક્ષકોએ 50.97 લાખનો દંડ હજુ સુધી ભર્યો નથી. શિક્ષણ વિભાગ દ્વારા આ તમામ શિક્ષકોને નોટિસો પણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે સરકારે હવે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા એક વેરિફાયરની નિમણૂક પણ કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 5500 જાહેર કર્યો છે. માર્ચ-2024માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇનની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ-10 અને વર્ગ-12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન આપવા માટે ટોલ ફ્રી હેલ્પલાઇનની જાહેરાત કરવામાં આવી છે. આ ટોલ ફ્રી નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ 2024 સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઈન પર નિષ્ણાત કાઉન્સેલરો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પલાઇનનો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે.

About The Author

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.