IIIT રાંચીના B.Techના વિદ્યાર્થીને મળ્યું કરોડોનું પેકેજ; સંસ્થાના બધા રેકોર્ડ તોડી નાખ્યા!

IIIT રાંચીના B.Techના વિદ્યાર્થી સક્ષમે કેમ્પસ પ્લેસમેન્ટનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેના પેકેજે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેણે રુબ્રિકમાં ટેકનિકલ પ્રોગ્રામ મેનેજર (TPM)નું પદ મેળવ્યું છે. તેની વાર્તાથી ઘણા યુવાનોને પ્રેરણા મળી છે.

B-Tech-Student1
livehindustan.com

દરેક યુવાન અભ્યાસ પૂરો થયા પછી ઊંચા પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતા હોય છે, ખાસ કરીને જો તેણે IIIT જેવી સંસ્થામાં અભ્યાસ કર્યો હોય. ઘણી વખત, કેટલાક વિદ્યાર્થીઓ આ સિદ્ધિ હાંસલ કરીને તેને ખાસ બનાવતા હોય છે, અને સક્ષમની વાર્તા આવું જ એક ઉદાહરણ છે. IIIT રાંચીના કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના સ્નાતક, સક્ષમે ટેકનોલોજી કંપની રુબ્રિકમાં ટેકનિકલ પ્રોગ્રામ મેનેજર તરીકે એક ઘણું મહત્વનું મોટું પેકેજ મેળવ્યું છે. તેના પેકેજે નવા રેકોર્ડ બનાવ્યા છે. IIIT રાંચીના ઇતિહાસમાં અત્યાર સુધી આ સૌથી મોટી નોકરીની ઓફર છે. આ સિદ્ધિએ સંસ્થાના પ્લેસમેન્ટ રેકોર્ડમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે.

B-Tech-Student4
aajtak.in

સક્ષમની આ સફળતાએ કેમ્પસ પ્લેસમેન્ટ રેકોર્ડ પણ બદલી નાખ્યો છે. સક્ષમે માત્ર તેના અભ્યાસ પર જ  ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં, પરંતુ તેની કુશળતા સુધારવા અને સમસ્યાનું નિરાકરણ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ તૈયારી તેના પ્લેસમેન્ટ દરમિયાન ફળીભૂત થઈ. તેમને ટેકનોલોજી કંપની રુબ્રિક દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે ડેટા સુરક્ષા અને ક્લાઉડ ડેટા મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે.

કંપનીએ સક્ષમને ટેકનિકલ પ્રોગ્રામ મેનેજર (TPM) તરીકે નિયુક્ત કર્યા હતા. આ પદ પર, તેઓ વિવિધ ટેકનિકલ ટીમો વચ્ચે સંકલન, પ્રોજેક્ટ યોજનાઓ વિકસાવવા અને મોટા પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરવાની ખાતરી કરવા માટે જવાબદાર રહેશે.

B-Tech-Student2
tv9hindi.com

સક્ષમ તેમની સફળતા માટે તેમના પરિવાર, મિત્રો અને શિક્ષકોને શ્રેય આપે છે. તેમણે જણાવ્યું હતું કે, IIIT રાંચીના શિક્ષકો અને માર્ગદર્શકોએ પણ તેમની સિદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

B-Tech-Student3
tv9hindi.com

સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર રાજીવ શ્રીવાસ્તવે સક્ષમને તેમની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે IIIT રાંચી વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ ટેકનિકલ અનુભવ, ઉદ્યોગ જોડાણ અને કારકિર્દીની તૈયારી માટે પણ તકો પૂરી પાડવા પર ભાર મૂકે છે. પરિણામે, સક્ષમને અત્યાર સુધીની સૌથી મોટી પ્લેસમેન્ટ ઓફર મળી છે, જે એક નવો પ્લેસમેન્ટ રેકોર્ડ છે.

About The Author

Related Posts

Top News

જેનું કામ ગરીબી ઓછી કરવાનું હતું તે જ અધિકારી પાસેથી 5 કરોડની સંપત્તિ મળી, 1.8 કિલો સોનું અને ફોર્ચ્યુનર પણ મળી

જે વિભાગની જવાબદારી શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને મદદ કરવાની છે, એ જ વિભાગના એક વરિષ્ઠ અધિકારી પર તેમની આવકના...
National 
જેનું કામ ગરીબી ઓછી કરવાનું હતું તે જ અધિકારી પાસેથી 5 કરોડની સંપત્તિ મળી, 1.8 કિલો સોનું અને ફોર્ચ્યુનર પણ મળી

ગુજરાતમાં સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર થશે મેગા ભરતી, જાણો તમામ માહિતી

રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો યુવાનો માટે અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા...
Gujarat 
ગુજરાતમાં સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર થશે મેગા ભરતી, જાણો તમામ માહિતી

અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પની પાર્ટીના સૂપડા સાફ, સેનેટ અને હાઉસ બંનેમાં હાર, ટ્રમ્પે કહ્યું- બેલેટ પેપર પર મારું નામ નહોતું એટલે...

અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ પ્રારંભિક વલણો સામે આવવા લાગ્યા છે. અનુમાનોમાં ડેમોક્રેટિક પાર્ટી આગળ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન...
World 
અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પની પાર્ટીના સૂપડા સાફ, સેનેટ અને હાઉસ બંનેમાં હાર, ટ્રમ્પે કહ્યું- બેલેટ પેપર પર મારું નામ નહોતું એટલે...

મુંબઈમાં 6 મહિનામાં 32000 કરોડની મિલકતોનું વેચાણ થયું, જેમાં 50 કરોડના ઘરોની માંગ વધી છે

મુંબઈના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં અતિ મોંઘા ઘરોની માંગ મજબૂત થઇ રહી છે. એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 દરમિયાન, શહેરમાં...
Business 
મુંબઈમાં 6 મહિનામાં 32000 કરોડની મિલકતોનું વેચાણ થયું, જેમાં 50 કરોડના ઘરોની માંગ વધી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.