63 કરોડના ખર્ચે બનેલી શાળા ગંદકીથી છલકાઈ! બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં, દર ચોમાસામાં આખું કેમ્પસ ડૂબી જાય છે

CM યોગી આદિત્યનાથનો ડ્રિમ પ્રોજેક્ટ અને રૂ. 63 કરોડના ખર્ચે બનેલ હરૈયા તાલુકાના બસહવામાં અટલ રહેણાંક શાળા, વહીવટી બેદરકારી અને નબળા આયોજનનું ઉદાહરણ બની ગઈ છે. ગરીબ, શ્રમજીવી અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને સારું અને સુરક્ષિત ભવિષ્ય આપવાના ઈરાદાથી બનાવવામાં આવેલું આ ભવ્ય રહેણાંક સંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, તેઓ હવે ઘૂંટણ સુધીના ગંધાતા પાણીમાં અભ્યાસ કરવા મજબૂર છે.

5
bhaskar.com

2023માં ખુલેલી આ શાળામાં હાલમાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ તેના ઉદ્ઘાટન પછી, દર ચોમાસામાં આખું કેમ્પસ ડૂબી જાય છે. છાત્રાલયોથી લઈને વર્ગખંડો, સ્કૂલની ફરતે દિવાલો, મુખ્ય માર્ગ અને વહીવટી મકાન સુધી, પાણી સિવાય કંઈ દેખાતું નથી. 3 વર્ષ વીતી ગયા છતાં, જિલ્લા વહીવટીતંત્ર અને બાંધકામ એજન્સી કોઈ કાયમી ડ્રેનેજ સિસ્ટમ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે.

સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને નિષ્ણાતોનો આરોપ છે કે, બાંધકામ આયોજન દરમિયાન ગંભીર બેદરકારી આચરવામાં આવી હતી. શાળા ખૂબ જ નીચી જમીન પર બનાવવામાં આવી હતી અને તેમાં અસરકારક ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં ન આવી, જેના પરિણામે નજીકથી પસાર થતી મનોરમા નદીનું પાણી ઓવરફ્લો થઈને સીધું કેમ્પસમાં ઘુસી જાય છે. જ્યારે પણ ભારે વરસાદ પડે છે અથવા નદીમાં પાણીનું સ્તર વધે છે, ત્યારે આખું કેમ્પસ તળાવમાં ફેરવાઈ જાય છે.

5
bhaskar.com

કેમ્પસમાં રહેતા બાળકો કહે છે કે હોસ્ટેલથી કલાસરૂમ સુધી જવાનો કોઈ સુકો રસ્તો બચ્યો નથી. ગંદા પાણીમાંથી પસાર થવાથી ચેપ, ચામડીના રોગો અને ઝેરી જીવ જંતુઓનો સતત ભય રહે છે.

શાળાના આચાર્ય પૂરણ ચંદ્રાએ પણ પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સ્વીકાર કર્યો અને જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત અમલીકરણ એજન્સીને ઘણી વખત લેખિતમાં જાણ કરવામાં આવી છે. મુદ્દાની ગંભીરતાને જોતાં, વિભાગીય કમિશનર વૈભવ શ્રીવાસ્તવ અને મુખ્ય વિકાસ અધિકારી સાર્થક અગ્રવાલે સ્થળનું નિરીક્ષણ પણ કર્યું, પરંતુ અધિકારીઓની મુલાકાતો છતાં, પહેલા જે પરિસ્થિતિ હતી તે ત્યાંની ત્યાં જ યથાવત રહી છે.

Atal-Residential-School2
navbharattimes.indiatimes.com

સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે, રૂ. 63 કરોડના જંગી બજેટવાળા પ્રોજેક્ટમાં ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાને કેવી રીતે અવગણવામાં આવી. જ્યાં સુધી કાયમી ડ્રેનેજ વ્યવસ્થા અને મનોરમા નદીના બેકવોટરને ડાયવર્ટ કરવા માટે કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે, ત્યાં સુધી આ મહત્વાકાંક્ષી શાળામાં ભણતા બાળકોનું ભવિષ્ય દર વર્ષે આ રીતે જ પાણીમાં ડૂબતું રહેશે.

Atal-Residential-School3
bhaskar.com

જ્યારે અમે આ સમગ્ર બાબત અંગે શ્રમ વિભાગના નિરીક્ષક શ્યામસુંદર શુક્લા સાથે વાત કરી, ત્યારે તેમણે જણાવ્યું કે ભારે વરસાદને કારણે હરૈયા તાલુકાના બસેરા કુંવર ગામમાં બનેલ અટલ આવાસ યોજનામાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ છે. આને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટ અને કમિશનરની સૂચના પર, બાંધકામ વિભાગને તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે અને બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને, શાળા હાલ માટે બંધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સમસ્યા ખૂબ જ ગંભીર છે જેના કારણે અભ્યાસ પણ ખોરવાઈ રહ્યો છે, પરંતુ આ સમસ્યાનો શક્ય તેટલી વહેલી તકે દરેક સ્તરે ઉકેલ લાવવામાં આવશે.

About The Author

Top News

કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને લદ્દાખી નેતાઓ વચ્ચેની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થયાના એક દિવસ પછી, પર્યાવરણ કાર્યકર્તા...
National 
કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે...
National 
ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' ...
National 
આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા 5 દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાના એક...
Business 
રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.