ફેક્ટરીમાં મજૂરી કરતા મા-બાપની પુત્રીએ મહેનત કરીને હાર્વર્ડમાં પ્રવેશ મેળવ્યો

ઝારખંડના દાહુ ગામની સીમા કુમારીની વાર્તા દરેકને પ્રેરણા આપે છે. આ નાના ગામમાં લોકો ખેતી પર નિર્ભર છે અને છોકરીઓ માટે ભણવાનું છોડી દેવું એક સામાન્ય બાબત ગણાય છે. પણ સીમાએ તમામ અવરોધો તોડી નાખ્યા. આજે તે વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. તેની સિદ્ધિએ ફક્ત તેના ગામને જ નહીં, પરંતુ સમગ્ર દેશને ગર્વ અનુભવવાની તક આપી છે. સીમાના માતા-પિતા ક્યારેય શાળાએ ગયા નથી. તેના પિતા દોરા બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા. તે 19 લોકોના પરિવાર સાથે એક જ ઘરમાં રહેતી હતી.

Seema-1
thebridge.in

2012માં, જ્યારે સીમા નવ વર્ષની હતી, ત્યારે યુવા નામની એક NGO તેના ગામમાં આવ્યું. આ NGOએ ફૂટબોલ દ્વારા છોકરીઓને સશક્ત બનાવવાનું શરૂ કર્યું. સીમાએ તરત જ ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું. આ રમત તેના જીવનનો નવો વળાંક બન્યું.

Seema-1
bbc.com

2015માં, યુવા NGOએ ગામમાં એક શાળા શરૂ કરી. શરૂઆતમાં સીમાના વર્ગમાં 70 બાળકો હતા, પરંતુ પછી ફક્ત છ જ બચ્યા. આનાથી તેને સારું શિક્ષણ અને વ્યક્તિગત ધ્યાન મળ્યું. ફૂટબોલે તેને આત્મવિશ્વાસ આપ્યો. તે ભારતમાં ટુર્નામેન્ટ રમવા ગઈ, પછી વિદેશમાં કેમ્પમાં જોડાઈ. 15 વર્ષની ઉંમરે તેણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. તેણે સિએટલ, કેમ્બ્રિજ અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ઉનાળુ સ્કૂલમાં ગઈ. ત્યારે તેને વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન આવ્યું.

Seema
thebridge.in

સીમાને હાર્વર્ડ વિશે ત્યારે ખબર પડી જ્યારે અમેરિકાથી અંગ્રેજી શિક્ષિકા મેગી તેની શાળામાં આવી. શિક્ષકોની મદદથી, સીમાએ મોટી યુનિવર્સિટીઓમાં અરજી કરી. તેની પાસે SAT જેવી પરીક્ષા આપવા માટે પૈસા નહોતા. પરંતુ 2021માં, રોગચાળા દરમિયાન, હાર્વર્ડે ટેસ્ટની શરતોને હટાવી દીધી. સીમાએ તકને ઝડપી લીધી અને સંપૂર્ણ શિષ્યવૃત્તિ સાથે હાર્વર્ડમાં પ્રવેશ મેળવ્યો. તે રાત્રે સાત વખત તેનો E-mail ચેક કરતી હતી કારણ કે તેને વિશ્વાસ જ નહોતો આવતો.

Seema2
unstop.com

હવે સીમા હાર્વર્ડમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી રહી છે અને ઘણા બધા વિદ્યાર્થી સમૂહનો એક ભાગ બની ગઈ છે. તે પોતાના ગામ પરત ફરીને છોકરીઓ માટે એક કાર્યક્રમ શરૂ કરવા માંગે છે, જેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. સીમાએ હાર્વર્ડ પહોંચતા પહેલા જ સામાજિક રૂઢિપ્રયોગો તોડી નાખ્યા હતા. તેમણે નાની ઉંમરે લગ્ન કરવાનો ઇનકાર કર્યો, ફૂટબોલ કોચિંગ આપીને પોતાની ફી ચૂકવી અને સામાજિક ટીકાઓ છતાં ટૂંકા વસ્ત્રો પહેર્યા. પ્રિયંકા ચોપરા અને કિરણ મઝુમદાર શો જેવા સ્ટાર્સે પણ સીમાની વાર્તાની પ્રશંસા કરી હતી. પરંતુ સીમાનું વાસ્તવિક લક્ષ્ય અન્ય છોકરીઓને તેમના સપના પૂરા કરવામાં મદદ કરવાનું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.