- Education
- ડિગ્રી વિના પણ વિદેશમાં નોકરી કરી શકો છો! આ દેશ આવા ભારતીયોને નોકરી માટે ભરતી કરી રહ્યો છે
ડિગ્રી વિના પણ વિદેશમાં નોકરી કરી શકો છો! આ દેશ આવા ભારતીયોને નોકરી માટે ભરતી કરી રહ્યો છે
દર વર્ષે લાખો ભારતીયો કામ કરવા માટે વિદેશ જાય છે. બ્રિટન પણ ભારતીયો માટે ભણવા, ફરવા અને નોકરી કરવા માટે પસંદગીનો દેશ છે. બ્રિટનમાં ફક્ત એડવાન્સ્ડ ડિગ્રી જ નહીં, પણ ડિપ્લોમા અને ફક્ત કોઈ પણ ક્ષેત્રનું સર્ટિફિકેટ ધરાવતા લોકો માટે ઘણી બધી નોકરીઓ છે. બદલાતા સમય સાથે લાયકાતના માપદંડો પણ બદલાયા છે. આજકાલ, પરંપરાગત શૈક્ષણિક માર્ગને બદલે વિવિધ આવડતને આધારિત શિક્ષણ તરફ વલણ જોવા મળી રહ્યું છે. જો તમારી પાસે જે તે ક્ષેત્રની કુશળતા હોય, તો તમે ડિગ્રી વિના પણ વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરીઓ મેળવી શકો છો. એવી ઘણી બધી નોકરીઓ છે જેને ડિગ્રીની જરૂર નથી; ફક્ત આના માટે જરૂરી છે તમારી તે ક્ષેત્રમાં આવડત, તેનો અનુભવ અને ટ્રેક રેકોર્ડની જરૂર છે.
આજકાલ દરેક વ્યક્તિ સારી નોકરી શોધી રહ્યો હોય છે અને તે પ્રાપ્ત કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરતો રહે છે. ભારત સિવાયના અન્ય દેશોમાં કામ કરવાનું સ્વપ્ન જોનારાઓને વિદેશ જવા માટે જરૂરી ડિગ્રી ન હોવા પર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે એવા લોકોમાંના એક છો જેઓ વિદેશમાં કામ કરવા માંગે છે પરંતુ ડિગ્રી નથી ધરાવતા, તો પણ તમને બ્રિટનમાં હજુ સારી નોકરી મળી શકે છે.
હકીકતમાં, બ્રિટનમાં ઘણા એવા ક્ષેત્રો છે, જ્યાં કામદારોની તીવ્ર અછત છે, અને જરૂરિયાત વધવાને કારણે કુશળ કામદારોની માંગમાં વધારો થયો છે. બ્રિટનમાં નવી માઈગ્રેશન યોજના હેઠળ, 82 મધ્યમ-કુશળતાવાળી નોકરીઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ કુશળતા ધરાવતા વિદેશી કામદારોને કામચલાઉ વર્ક વિઝા મળશે. આવી રીતે ભારતીય કામદારો બ્રિટનમાં કામ કરી શકશે.
બ્રિટનમાં એન્જિનિયરિંગ, ટેકનિકલ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં કામદારોની અછત હોવાનું નોંધાયું છે, અને તેના જવાબમાં, ત્યાં PM કીર સ્ટારમરની સરકારે કામદારોની ભરતીની જાહેરાત કરી છે. માઈગ્રેશન સલાહકાર સમિતિ (MAC) દ્વારા 82 મધ્યમ-કુશળ નોકરીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આની અંદર ફક્ત જે તે ક્ષેત્રની કુશળતાનું મજબૂત જ્ઞાન ધરાવતા ભારતીય કામદારો જ નોકરીને પાત્ર છે. પછી ભલે તમારી પાસે ડિગ્રી ન હોય, પણ તમને અંગ્રેજી બોલતા આવડવું જોઈએ, તો આ રીતે બ્રિટનમાં નોકરી શોધવી સરળ બની શકે છે.
બ્રિટનમાં બ્લુ-કોલર કામદારોની જરૂરિયાત વધી છે. તેથી, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો વિઝા માટે અરજી કરી શકે છે. બ્રિટન દ્વારા 3 થી 5 વર્ષના સમયગાળા માટે વર્ક વિઝા આપવામાં આવશે. આ વિઝા કાયમી રહેઠાણ માટે લાયક ગણવામાં આવશે નહીં.

