રામ ચરણ-ઉપાસનાની પુત્રીને નામકરણ પર મળી ખાસ ભેટ, આ પારણામાં છે અનેક ગુણ

રામ ચરણ અને ઉપાસનાની દીકરીનો જન્મ થયાને હજુ ફક્ત 11 દિવસ જ થયા છે અને તે પહેલાથી જ સમાચારોમાં છવાઈ ગઈ છે. નવા સ્ટાર કિડનું વિશ્વભરના ચાહકો, પરિવાર અને મિત્રો તરફથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બાળકીના નામકરણની વિધિ 30 જૂને રાખવામાં આવી છે અને દરેકની નજર તેના પર છે. ઉપાસનાએ આ સ્પેશિયલ સેરેમનીની ઝલક પણ બતાવી છે અને તેની દીકરીને કઈ ખાસ ગિફ્ટ મળી છે તે પણ જણાવ્યું છે.

સ્ટાર પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર નામકરણ સમારોહની ઉજવણીની એક ઝલક આપી હતી. ઉપાસના કામીનેનીના ઘરે ભવ્ય શણગાર સાથે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમારોહમાં સમગ્ર પરિવારે ભાગ લીધો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફંક્શનમાં ઘણી મોટી સેલિબ્રિટીઓ હાજરી આપે તેવી શક્યતા છે. ઘણી મશહૂર હસ્તીઓ કપલ અને તેમની દીકરીને આશીર્વાદ આપવા પહોંચી શકે એમ છે.

ઉપાસનાની દીકરીને પણ ભેટ તરીકે ખાસ પારણું પણ મળ્યું છે. આની એક ઝલક આપતાં, તેણે તેને ઇન્સ્ટા પર શેર કર્યું, 'પ્રજ્વાલા ફાઉન્ડેશનની યુવતીઓ તરફથી આ ભેટ મેળવીને અમે સન્માનિત અને નમ્રતા મહેસુસ કરીએ છીએ. સૌથી વધુ પ્રિય હાથથી બનાવેલ આ પારણું એ શક્તિ અને આશાનું પ્રતીક છે. તે તેને એક અલગ સફર પર લઈ જશે, જે મારી બાળકી જન્મથી જ સમજે છે.'

રામ ચરણ અને ઉપાસનાએ 20 જૂને તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. દાદા-દાદીથી લઈને કાકાઓ સુધી, ચિરંજીવીથી લઈને અલ્લુ અર્જુન સુધી, ઘણા લોકોએ હોસ્પિટલની મુલાકાત લીધી અને બાળકીનો જન્મ થતાં જ તેને આશીર્વાદ આપ્યા. પોતાની પૌત્રીને મેગા પ્રિન્સેસ કહેનારા મેગાસ્ટાર ચિરંજીવીએ પૌત્રીના જન્મ પર મીડિયા સાથે વાત કરી અને કહ્યું હતું કે, 'અમારા જીવનની તમામ સારી ક્ષણોને જોતા, મને એવું લાગે છે કે આ બાળકી જે સકારાત્મકતા લાવી રહી છે તેના કારણે છે. અમારો પરિવાર ભગવાન હનુમાનની પૂજા કરે છે. મંગળવાર તેમનો દિવસ છે, અને અમે આભારી છીએ કે બાળકનો જન્મ આ શુભ દિવસે થયો હતો.'

Top News

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.