અલાયાને મળી મોટી તક, અક્ષય-ટાઈગર સાથે કરશે એક્શન અને ડાન્સ ફિલ્મ

પ્રયત્ન કરનારની ક્યારેય હાર થતી નથી. આ દિવસોમાં અલાયા એફ પર આ વાત સંપૂર્ણપણે લાગુ થાય છે. એક લાંબા સમય પછી, તેણીને તે તક મળી જેની તે લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. જોગી, ટાઈગર ઝિંદા હૈ, સુલતાન અને ગુંડે જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અલી અબ્બાસ ઝફરની તેની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મળી છે. આ ફિલ્મ છે બડે મિયાં છોટે મિયાં. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને જ્હાન્વી કપૂર સાથે જોવા મળશે. આ સાથે મલયાલમ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન પણ આ ફિલ્મમાં સ્પેશિયલ રોલમાં જોવા મળશે. આ એક એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ હશે. આ ફિલ્મ વર્ષના અંતે ડિસેમ્બર 22એ રીલિઝ કરવાની યોજના છે.

નોંધપાત્ર વાત એ છે કે અલાયા એફની અત્યાર સુધી બે ફિલ્મો આવી ચુકી છે. બંને ફિલ્મોમાં તેના કામના ખૂબ વખાણ થયા હતા. 2020માં તે જવાની જાનેમનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે સૈફ અલી ખાનની દીકરીનો રોલ કર્યો હતો. આ પછી, તે કાર્તિક આર્યન સાથે હાલમાં જ આવેલી ફ્રેડીમાં જોવા મળી હતી. તે એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ હતી જેને OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ કરવામાં આવી હતી. માત્ર બે ફિલ્મો કરીને તેણે પોતાને સાબિત કરી દીધું કે તે એક સારી અભિનેત્રી બનવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે આજની તારીખમાં તેની પાસે ઘણા પ્રોડ્યૂસરની લાઈન છે. અને તેને સૌથી મોટો બ્રેક બડે મિયાં છોટે મિયાં જેવી મલ્ટીસ્ટારર ફિલ્મમાંથી મળ્યો છે જેમાં તે ટાઇગર શ્રોફની અપોઝિટ જોવા મળશે.

બડે મિયાં છોટે મિયાંને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાર દેશોમાં શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મ પાંચ અલગ-અલગ ભાષાઓમાં રીલિઝ થશે. જેમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. ફિલ્મની જાહેરાતનું ટીઝર રીલિઝ થઈ ગયું છે, જેને તમે YouTube પર જોઈ શકો છો. જેકી ભગનાની ફિલ્મના પ્રોડ્યૂસર છે. અગાઉ 1998માં આવેલી અમિતાભ બચ્ચન, ગોવિંદા અને રવિના ટંડન અભિનીત સરખા ટાઈટલ સાથે રીલિઝ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં જેકી ભગનાનીના પિતા વાસુ ભગનાની દ્વારા બનાવવામાં આવી હતી. આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી. માધુરી દીક્ષિતે આ ફિલ્મમાં ગેસ્ટ અપીયરેંસ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.