બિકીની સીન પહેલા એશાની ધ્રુજારી છૂટી ગયેલી, મા હેમા માલિની પાસેથી લીધેલી પરવાનગી

હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે તેના બિકીની સીન વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, બિકીની સીન કરતા પહેલા તેણે તેની માતા પાસેથી પરવાનગી લીધી હતી. વર્ષ 2004માં યશ રાજ ફિલ્મ્સની ધૂમમાં ઈશા દેઓલે બિકીની સીન કર્યો હતો. હવે અભિનેત્રીએ બોલ્ડ સીન અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે તે ફિલ્મ અને બિકીની સીન વિશે ઘણું બધું કહ્યું છે.

એશા દેઓલે 'બોલીવુડ બબલ'ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'બિકીની સીન શૂટ કરતા પહેલા તે ઘણી ડરી ગઈ હતી. આ કરવું તેના માટે સંપૂર્ણપણે અલગ હતું. મારી માતાએ મને કહ્યું કે તારે ખૂબ જ ધ્યાનથી કરવું જોઈએ અને સંપૂર્ણ રીતે શૂટ કરવું જોઈએ. આદિત્ય ચોપરાએ પણ મને આ સીન માટે 6 મહિનાનો સમય આપ્યો હતો.'

ઈશાએ કહ્યું, 'આદિત્યએ મને કહ્યું હતું કે અમે એક ફિલ્મ કરવાના છીએ. તારો એક અલગ અવતાર પણ બતાવવામાં આવશે. તદ્દન અલગ તારે બિકીની પહેરવી પડશે. એટલા માટે તમે અત્યારથી તૈયારી કરી લો. મેં તરત જ તેને કહ્યું કે, મને એક દિવસનો સમય આપો. આ માટે હું પહેલા મારી માતા પાસેથી પરવાનગી લઉં છું. પછી હું ઘરે આવી અને મારી માતાને આ વિશે પૂછ્યું. તે સમયે હું ખૂબ ડરી ગઈ હતી.'

જ્યારે દીકરી એશા દેઓલે હેમા માલિનીને બિકીની પહેરવા વિશે પૂછ્યું તો તેણે કહ્યું, આમાં પૂછવાનું શું છે. હા, જરૂર તમે બિકીની પહેરો. ખૂબ સારી રીતે શૂટ કરજે. અહીં તમને જણાવી દઈએ કે, 'ધૂમ' વર્ષ 2004માં રિલીઝ થઈ હતી, જેમાં અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમથી લઈને ઉદય ચોપરા અને એશા દેઓલ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઈશાએ શીનાનો રોલ કર્યો હતો.

ઈશાએ આ ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું કે, એકવાર તેના એક કો-સ્ટારે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ઈશાએ કહ્યું, 'હું તે વ્યક્તિનું નામ નથી લઈ શકતી. તે એકદમ સ્વીટ છોકરો છે. તેણે મને પ્રપોઝ કર્યું અને કહ્યું કે, મારી સાથે લગ્ન કરી લે, આ એક્ટિંગ વગેરે બધું છોડી દે.

ઈશાએ કહ્યું કે, જ્યારે તેણે ઘરે આવીને તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું તો તેણે 'સો સ્વીટ' કહીને જવાબ આપ્યો. ઈશાએ કહ્યું કે, તે હવે તે વ્યક્તિના સંપર્કમાં નથી, કારણ કે તેને લાગે છે કે મેં તેનું દિલ તોડી નાખ્યું છે. તે મારી સાથે મિત્રતા પણ કરવા માંગતો ન હતો.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.