શું '72 હુરેં'ના ટ્રેલર પર પ્રતિબંધ મૂકાયો, CBFCએ જણાવી હકીકત

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશને આજે ફિલ્મ બહત્તર હુરેંના ટ્રેલરના મુદ્દે નિવેદન બહાર પાડ્યું છે. મીડિયા અહેવાલોને ટાંકીને તેણે કહ્યું છે કે મીડિયાના અમુક વિભાગોમાં ભ્રામક અહેવાલો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે કે બહત્તર હુરેં (72 હુરેં) નામની ફિલ્મ અને તેના ટ્રેલરને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

તેણે વધુ સ્પષ્ટતા કરી છે કે અહેવાલોથી વિપરીત, ફિલ્મ બહત્તર હુરેં (72 હુરેં)ને 'A' પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને પ્રમાણપત્ર 4-10-2019ના રોજ આપવામાં આવ્યું હતું. હવે, તે ઉક્ત ફિલ્મનું ટ્રેલર યોગ્ય પ્રક્રિયા હેઠળ છે. જે 19-6-2023ના રોજ CBFCને ચકાસણી માટે આપવામાં આવ્યું હતું અને સિનેમેટોગ્રાફ એક્ટ, 1952ની કલમ 5B(2) હેઠળ જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર તેની ચકાસણી કરવામાં આવી હતી.

CBFCએ એમ પણ કહ્યું છે કે અરજદારને સૂચના હેઠળ જરૂરી દસ્તાવેજી સબમિશન માટે કહેવામાં આવ્યું હતું અને તે પ્રાપ્ત થયા પછી, ફેરફારોને આધીન પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. અને તે જ અરજદારના પ્રતિભાવ/અનુપાલન માટે બાકી છે.

બોર્ડે વિનંતી કરી છે કે જ્યારે મામલો યોગ્ય પ્રક્રિયા હેઠળ હોય ત્યારે કોઈપણ ગેરમાર્ગે દોરનારા અહેવાલોને ધ્યાનમાં લેવા નહીં અથવા તેને પ્રસારિત કરવા નહીં.

About The Author

Related Posts

Top News

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.