આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ 2’ જોવા જતા પહેલા વાંચી લો ફિલ્મ જોવી કે નહીં

આયુષ્મા ખુરાના, અનન્યા પાંડે, પરેશ રાવલ, વિજય રાજ જેવા કલાકારો અભિનિત ફિલ્મ ડ્રીમગર્લ 2 રીલિઝ થઇ ગઈ છે. આ ફિલ્મ 2019માં રીલિઝ થયેલી ફિલ્મની સીક્વલ છે. જેમાં આયુષ્માન યુવતીના અવાજમાં કોલ સેન્ટર પર કામ કરતો જોવા મળ્યો હતો. ફિલ્મની સીક્વલમાં આયુષ્માને એક યુવતીનું જ રૂપ ધારણ કરી લીધું છે. પૂજાના પાત્રમાં આયુષ્માન ફરી જોવા મળશે. આ વખતે માહીના સ્થાને અભિનેતા પરી(અનન્યા પાંડે) સાથે પ્રેમ કરતો જોવા મળશે.

સ્ટોરી

સ્ટોરી મથુરાના એક યુવક કરમની છે. કરમના પિતા જગજીત સિંહે એટલે કે અન્નૂ કપૂરને ઘણુ દેવુ થઇ જાય છે. કરમને પરી સાથે પ્રેમ થઇ જાય છે અને પરીના પિતાએ લગ્નનું દબાણ કર્યું હોય છે. હવે કરમ કરે તો શું...તે પૂજા બની જાય છે જે જાણેય કેટલા લોકોની ડ્રીમગર્લ છે. પછી શું થાય છે તે જોવા તમારે થિએટર જવું પડશે.

ફિલ્મ કેવી છે

પહેલા સીનથી આ ફિલ્મ મજેદાર લાગે છે. તમે કંટાળતા નથી. ખૂબ હસો છો. ફિલ્મ સારી સ્પીડની સાથે આગળ વધે છે અને તમે ડ્રીમગર્લની આ દુનિયામાં ગુમ થઇ જાઓ છો. તમે તમારું ટેંશન પણ ભૂલી જશો. એક પછી એક મજેદાર સીન આવે છે અને તમને ફિલ્મની સાથે એક સોશિયલ મેસેજ પણ મળે છે. જ્ઞાન વિના રમૂજી રીતે.

અભિનય

આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં કરમ અને પૂજા એમ બે પાત્રોમાં જોવા મળશે. તેણે ફરી એકવાર સાબિત કર્યું કે તે પ્રભાવશાળી અભિનેતા છે. ડ્રીમગર્લમાં માત્ર પૂજાનો અવાજ હતો. પણ બીજા પાર્ટમાં પૂજા જોવા મળે છે. જે લોકોનું દીલ જીતી લે છે. અનન્યા પાંડે સારી લાગી, તેણે સારુ કામ કર્યું છે. અન્નૂ કપૂર પણ તેના પાત્રમાં જોરદાર છે. આયુષ્માન અને તેની કેમેસ્ટ્રી જબરદસ્ત છે. પરેશ રાવલે ફિલ્મમાં કમાલનું કામ કર્યું છે. રાજપાલ યાદવ પણ હસાવી જાય છે. અભિષેક બેનર્જી, વિજય રાજ, મનોજ જોશી, સીમા પાહવા, મનજોત સિંહ જેવા પ્રભાવી કલાકારોએ પણ ખૂબ જ સુંદર કામ કર્યું છે.

ડિરેક્શન

રાજ શાંડિલ્યે ફિલ્મને સુંદર રીતે ડિરેક્ટ કરી છે. તેણે ફિલ્મને નરેશ કથૂરિયા સાથે મળી લખી છે. ફિલ્મના દરેક પાત્રો સાથે ન્યાય કરવામાં આવ્યો છે. સૌ કોઈને ફિલ્મમાં પૂરતી સ્પેસ આપવામાં આવી છે. રાજે દેખાડ્યું કે જ્ઞાન આપ્યા વિના પણ લોકોને સારી વાતો સમજાવી શકાય છે.

કુલ મળીને ફિલ્મ જોવાલાયક છે. ગદર-2 અને ઓએમજી-2ની સફળતાનની વચ્ચે આ ફિલ્મ દર્શકો વચ્ચે જરૂર પોતાનું સ્થાન બનાવશે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.