- Entertainment
- ‘આજ ભી જી કરદા હૈ..’, છેલ્લી ફિલ્મ ‘ઇક્કિસ’માં ધર્મેન્દ્રએ એવું શું કહ્યું, જેને સાંભળતા જ રડી પડ્યા...
‘આજ ભી જી કરદા હૈ..’, છેલ્લી ફિલ્મ ‘ઇક્કિસ’માં ધર્મેન્દ્રએ એવું શું કહ્યું, જેને સાંભળતા જ રડી પડ્યા ફેન્સ? જુઓ વીડિયો
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી સુંદર અને બહુમુખી અભિનેતાઓમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે. પોતાના 65 વર્ષના કરિયરમાં તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. જ્યારે-જ્યારે પણ હી-મેન મોટા પડદા પર આવે છે, ત્યારે-ત્યારે લોકો તેમના અભિનયથી દીવાના થઈ જતા હતા. તેમની છેલ્લી ફિલ્મ ‘ઇક્કિસ’ ટૂંક સમયમાં રીલિઝ થવાની છે, જેમાં તેમણે એક ભાવનાત્મક કવિતા કહી છે.
ધર્મેન્દ્ર પોતાના અંતિમ સમય સુધી ફિલ્મોમાં સક્રિય રહ્યા હતા. આ તેમની જ ઇચ્છા હતી કે જ્યારે મોત આવે, ત્યારે પણ તેઓ પોતાના બુટ્સ પહેર્યા હોય એટલે કે, તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી ફિલ્મોમાં કામ કરવા માગતા હતા અને થયું પણ આવું જ. 24 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેમના પાત્રો હંમેશાં દર્શકોના દિલમાં જીવંત રહેશે.
ફિલ્મ ‘ઇક્કિસ’માં ધર્મેન્દ્રની કવિતા
‘ઇક્કિસ’ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્ર દ્વારા લખાયલી અને સંભળાવેલી એક કવિતા રીલિઝ કરી છે, જેનો ઉપયોગ તેમની છેલ્લી ફિલ્મમાં કરવામાં આવ્યો હતો. આ કવિતાનું શીર્ષક છે ‘આજ ભી જી કરદા હૈ, પિંડ અપને નુ જાંવા.’ આ કવિતા ધર્મેન્દ્રની પોતાના વતન પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. આ કવિતા ખાસ કરીને ‘હી-મેન’એ પોતાના મૂળ અને પૈતૃક ગામમાં પાછા ફરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરતા લખી છે, જે તમને ભાવુક કરી દેશે.
https://www.instagram.com/reel/DRljnYuiK4H/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
નિર્માતાઓએ જેવી જ આ કવિતા રીલિઝ કરી, ફેન્સ તેને સાંભળીને ભાવુક થઈ ગયા. કેટલાક લોકો તેમના ગામને યાદ કરીને રડવા લાગ્યા, તો ઘણા લોકો ધરમ પાજીને મિસ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘ધર્મેન્દ્ર એક કલાકાર હતા, જે હંમેશાં તેમના વતન સાથે જોડાયેલા રહ્યા.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘ધરમજીની આ છેલ્લી ફિલ્મ આપણને વધુ રડાવશે.’
ધર્મેન્દ્રના અવસાનના દિવસે ‘ઇક્કિસ’ના નિર્માતાઓએ ફિલ્મથી તેમનો પહેલો લૂક રીલિઝ કર્યો હતો. ‘ઇક્કિસ’નું નિર્માણ મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું દિગ્દર્શન શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. અગસ્ત્ય નંદા તેમાં અરુણ ખેત્રપાલનું મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે, જેમને 1971ના ભારત-પાક યુદ્ધમાં બસંતરના યુદ્ધ દરમિયાન 21 વર્ષની ઉંમરે શહીદ થયા બાદ મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્ર અરુણના પિતા, બ્રિગેડિયર એમ.એલ. ખેત્રપાલનું પાત્ર ભજવ્યું છે.

