- Entertainment
- રશ્મિકા અને વિજયના રિલેશનશિપને રણબીરે કન્ફર્મ કર્યું, નામ સાંભળતા શરમાઈ ગઈ
રશ્મિકા અને વિજયના રિલેશનશિપને રણબીરે કન્ફર્મ કર્યું, નામ સાંભળતા શરમાઈ ગઈ

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની ડેટિંગની અફવા પાછલા ઘણાં સમયથી ચર્ચામાં છે. જ્યાં અભિનેત્રી પોતાની આવનારી ફિલ્મ ‘એનિમલ’ના પ્રમોશનમાં રણબીર કપૂર સાથે વ્યસ્ત છે. તો રણબીરે બંનેના સંબંધ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જ્યારે રશ્મિકા અને રણબીર ડિરેક્ટર સંદીપ વાંગા સાથે એક ચેટ શોમાં પહોંચ્યા હતા.
અભિનેતા નંદમુરી બાલકૃષ્ણના શોના એક સેગમેન્ટમાં સંદીપ અને રશ્મિકાને ફિલ્મ અર્જુન રેડ્ડી અને એનિમલની વચ્ચે એક ફિલ્મ સિલેક્ટ કરવા કહેવામાં આવ્યું. ત્યારે રણબીરે રશ્મિકાને ચીડવવાનું શરૂ કરી દીધું. કારણ કે અભિનેત્રીએ જણાવવાનું હતું કે વિજય દેવરકોંડા અને રણબીર કપૂરમાંથી કોણ બેસ્ટ એક્ટર છે. કોણ રીલ હીરો છે અને કોણ રીયલ હીરો છે. જ્યારે રશ્મિકાએ આ સવાલનો જવાબ આપવાની ના પાડી દીધી, તો નંદમુરીએ સંદીપને વિજયને ફોન કરવા કહ્યું, પણ વિજયે કોલ મિસ કરી દીધો. રણબીરે પછી કહ્યું, સર...રશ્મિકાને ફોન કરવા દો, વિજય સંદીપનો ફોન નહીં ઉઠાવશે. આ સાંભળતા જ રશ્મિકા શરમાઈ ગઇ.
રશ્મિકાને વિજયે ફોન કર્યો
રણબીરે સેટ પર રશ્મિકાનો ફોન માગ્યો અને કહ્યું કે, તે વિજયને કોલ કરે. પણ અભિનેતાએ તેનો ફોન ઉઠાવ્યો નહીં. બલ્કે ડિરેક્ટર સંદીપ વાંગાને કોલબેક કર્યો. તો રશ્મિકાને પણ ફોન આવ્યો. જેવું રશ્મિકાએ હેલ્લો કહ્યું તો વિજયે પૂછ્યું કે....શું ચાલી રહ્યું છે? તો રશ્મિકાએ શરમતા કહ્યું કે બધુ સારું છે. સાથે જ ચેતવણી પણ આપી કે ફોન સ્પીકર પર છે તો તે સાવચેતીથી વાત કરે.
ત્યાર બાદ રણબીરે કહ્યું, વિજય..બાલા રસને જલન થઇ રહી છે. તો વિજયે કહ્યું કે, બાલા સર રશ્મિકાને પ્રેમ કરે છે. વિજયને પૂછવામાં આવ્યું કે તે કોને પ્રેમ કરે છે. તો અભિનેતાએ ડિરેક્ટર સંદીપ વાંગાનું નામ લીધું. જેને સાંભળતા જ લોકો હસવા લાગ્યા. ત્યાર બાદ રણબીરે વિજયને જણાવ્યું કે, રશ્મિકાને અર્જુન રેડ્ડી અને એનિમલના પોસ્ટર વચ્ચે સિલેક્ટ કરવા કહેવામાં આવ્યું હતું. તેનો જવાબ આપતા રશ્મિકાએ કહ્યું કે, મેં રીલિઝના પહેલા દિવસે અર્જુન રેડ્ડી જોઇ હતી. માટે મારો અર્જુન રેડ્ડીની સાથે સંબંધ છે અને એનિમલ મારી ફિલ્મ છે, માટે મને આ બંને પસંદ છે.
જ્યારે રણબીર અને શોના હોસ્ટે તેને પૂછ્યું કે શું કનેક્શન છે તો રશ્મિકા શરમાઈ ગઇ. રણબીરે આગળ કહ્યું કે, સર..ખરેખર તો આ એક સંયોગ છે કે સંદીપ પહેલીવાર રશ્મિકાને વિજયની ટેરેસ પર અર્જુન રેડ્ડીની સક્સેસ પાર્ટીમાં મળ્યા હતા. જેનાથી રશ્મિકા ચોંકી ગઇ અને બોલી કે આ બધી જાણકારી આપવી જરૂરી નથી. ફોન ખતમ થયા પછી રણબીરે રશ્મિકા તરફ ઈશારો કરતા કહ્યું કે, આટલો નેચરલ બ્લશ આવ્યો.
Related Posts
Top News
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
Opinion
