ધનશ્રી વર્માનો ખુલાસો: છૂટાછેડા પછી પણ યુઝવેન્દ્ર ચહલ સાથે સંપર્કમાં

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાને પાંચ મહિના વીતી ગયા છે. પરંતુ હવે ધનશ્રીના એક નવા નિવેદનને કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે.

ડાન્સર અને ડેન્ટિસ્ટ ધનશ્રી વર્માએ ફરાહ ખાનના વ્લોગમાં ખુલાસો કર્યો કે છૂટાછેડા બાદ પણ તેઓ ચહલ સાથે સંપર્કમાં છે. તેણે કહ્યું કે તેઓ મેસેજ દ્વારા વાતચીત કરે છે અને ચહલ તેમને પ્રેમથી "મા" બોલાવે છે. ધનશ્રીએ ઉમેર્યું કે હવે તેમના સંબંધોમાં મર્યાદા અને સન્માન છે.

Chahal-Dhanashree
news18.com

ધનશ્રી અને ચહલ ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ માર્ચમાં અલગ થયા હતા. છૂટાછેડા બાદ પણ ધનશ્રીનો આ અભિગમ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેઓ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી રહ્યા છે.

વાતચીત દરમિયાન ધનશ્રીએ પોતાના ડેન્ટિસ્ટ પ્રોફેશન અંગે પણ રસપ્રદ ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે ત્રણ વર્ષ સુધી બાંદ્રા અને લોખંડવાલામાં ક્લિનિક ચલાવી હતી, જ્યાં ઘણા ફિલ્મી કલાકારો આવતા હતા. તેણે કહ્યું કે તેણે એક વખત રણબીર કપૂરને પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ આપી હતી. ફરાહે મજાકમાં પૂછ્યું કે રણબીરના દાંત કંઈ ખાસ હતા? જેના જવાબમાં ધનશ્રીએ હસતા કહ્યું, "એ તો મારું કામ હતું અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા."

Chahal-Dhanashree1
tv9gujarati.com

હાલમાં ધનશ્રી અશનીર ગ્રોવરના રિયાલિટી શો રાઈઝ એન્ડ ફોલમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળશે, જે 6 સપ્ટેમ્બરથી એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે.

 

 

 

About The Author

Related Posts

Top News

બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા પોતાના ઘણા મુખ્ય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. તેનું કારણ...
Sports 
બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના પાંડુઆમાં સ્થિત 650 વર્ષ જૂની ઐતિહાસિક 'આદિના મસ્જિદ' અંગે એક નવો વિવાદ ઉભો થયો...
National 
650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો

કેન્દ્ર સરકારે વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ તેઓ પશુપાલન અને...
National 
પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો

વિદ્યાર્થીઓની જીત, સરકારે બધી માંગ માની લીધી, આંદોલન પૂરું કરાયું, મંગળવારે...

કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે યોજાયેલી ત્રીજા રાઉન્ડની બેઠક બાદ પ્રદર્શનનું નેતૃત્વ કરી...
National 
વિદ્યાર્થીઓની જીત, સરકારે બધી માંગ માની લીધી, આંદોલન પૂરું કરાયું, મંગળવારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.