જો પતિ કારકિર્દી પર ધ્યાન આપે તો પત્ની બાળકો સંભાળશે... સુનિલ શેટ્ટીએ આજના સમયે લગ્નના બદલાતા અર્થ વિશે સ્પષ્ટતા કરી

સુનિલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં આજના યુગમાં યુવાનો માટે લગ્નના બદલાતા અર્થ વિશે વાત કરી છે. સુનિલ શેટ્ટી પત્ની માના શેટ્ટી સાથે સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યા છે અને તેમના બંને બાળકો પણ જીવનમાં સ્થાયી થઇ ગયા છે. સુનિલ શેટ્ટીએ કહ્યું કે, થોડા સમય પછી, લગ્નમાં ફક્ત પરસ્પર સમજણ અને સમાધાન જ મહત્વનું છે. તેમણે કહ્યું કે જો પતિ કારકિર્દી બનાવે તો મહિલાએ બાળકોની સંભાળ રાખવી જોઈએ.

સુનિલ શેટ્ટીએ મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં કહ્યું, 'આજકાલ બાળકોમાં ધીરજ નથી. લગ્ન થોડા સમય પછી એક સમાધાન જેવું બની જાય છે, જ્યાં તમારે એકબીજાને સમજવાનું હોય છે, એકબીજા માટે જીવવાનું હોય છે.'

Suniel Shetty
samacharbuddy.com

સુનિલ શેટ્ટીએ પછી કહ્યું, 'પછી એક બાળક આવે છે, અને પત્ની માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે, જો પતિ કારકિર્દી બનાવે છે, તો બાળકની સંભાળ હું રાખીશ. હા, પતિ ચોક્કસપણે સાથે મળીને તેનું ધ્યાન રાખશે. પરંતુ આજકાલ દરેક બાબતમાં દબાણ ઘણું વધી ગયું છે.'

Suniel Shetty
samacharbuddy.com

સુનીલ શેટ્ટીએ ફરી કહ્યું, 'આજે દરેક વ્યક્તિ સલાહ આપવા માંગે છે. વર્ચ્યુઅલ દુનિયા તમને કહે છે કે, માતા કેવી રીતે બનવું, પિતા કેવી રીતે બનવું, શું ખાવું અને શું કરવું. મારું માનવું છે કે, અનુભવથી શીખવું વધુ સારું છે, તમારી દાદી, માતા, બહેનો અને સાસરિયાઓ પાસેથી... તેથી ફક્ત તે જ અપનાવો જે તમારા માટે ઉપયોગી છે અને બાકીનું છોડી દો. જોકે, ઘણું બદલાઈ ગયું છે. હવે લોકો લગ્ન પહેલાં જ છૂટાછેડા લઈ રહ્યા છે.'

Suniel Shetty
samacharbuddy.com

સુનીલ શેટ્ટીના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે 1991માં માના શેટ્ટી સાથે લગ્ન કર્યા. માનાનું સાચું નામ મોનિષા કાદરી હતું અને તે મુસ્લિમ હોવાથી, પરિવાર લગ્નની વિરુદ્ધ હતો. સુનીલ શેટ્ટીએ માના સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, કારણ કે તેણે તેના મુશ્કેલ સમયમાં પણ અભિનેતાને છોડ્યો ન હતો.

Suniel Shetty
samacharbuddy.com

સુનીલ શેટ્ટીએ કહ્યું કે 'મારા માતાપિતાએ કહ્યું હતું કે લગ્ન શક્ય નથી. તેમનો ધર્મ અલગ છે. પરંતુ માનાએ ક્યારેય એવું વિચાર્યું ન હતું. તે હંમેશા કહેતી હતી કે હું જ્યાં સુધી તમે ઇચ્છો ત્યાં સુધી તમારી સાથે રહીશ.' આગળ અભિનેતાએ કહ્યું, 'જ્યારે મને મારી પહેલી ફિલ્મ મળી, તે જ ક્ષણે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. મારી પહેલી રિલીઝ પહેલા જ મારા લગ્ન થઈ ગયા હતા. દુનિયા કહેતી હતી કે જો તમે લગ્ન કરશો તો તમારા ફેન ફોલોઈંગ ઘટશે. ઘણા લોકોએ મને નિરાશ કર્યો, છતાં મેં લગ્ન કર્યા.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.