- Festival
- હોળીના દિવસે યુવરાજ સિંહ સાથે થયું જબરદસ્ત પ્રેંક, સચિને બનાવ્યો હતો માસ્ટર પ્લાન
હોળીના દિવસે યુવરાજ સિંહ સાથે થયું જબરદસ્ત પ્રેંક, સચિને બનાવ્યો હતો માસ્ટર પ્લાન

13 તારીખે દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સર્વત્ર આનંદ અને ઉત્સવનો માહોલ હતો. ગલીથી લઈને રસ્તાઓ સુધી બધે માત્ર રંગ અને ગુલાલ જ નજરે પડી રહ્યા હતા. આ ખુશીના અવસર પર ક્રિકેટરોએ પણ ખૂબ મસ્તી કરી હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંદુલકરે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ પોતાના સાથી ખેલાડીઓ સાથે હોળી મનાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે સિક્સર કિંગ યુવરાજ સિંહ સાથે પણ પ્રેંક કર્યું હતું.
https://twitter.com/sachin_rt/status/1900509621460361585
હોળીના દિવસે સચિન તેંદુલકર મોટી પિચકારી સાથે જોવા મળ્યા હતા. તેઓ પહેલા હોળી રમવા માટે યુવરાજ સિંહના રૂમમાં ગયા, ત્યારબાદ તેમણે ટીમના અન્ય ખેલાડીઓ સાથે પણ હોળી રમી હતી. સચિને વીડિયોમાં જણાવ્યું કે, તેઓ પહેલા યુવરાજ સિંહના રૂમમાં જઈ રહ્યા છે અને ત્યાં તેની સાથે હોળી રમશે. જેવો જ યુવરાજ સિંહે ઉભા થઈને પોતાના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તો બધાએ મળીને તેને ખૂબ રંગ લગાવ્યા. આ પ્રેંકમાં સચિનના સાથી ખેલાડી સૌરભ તિવારી, યુસુફ પઠાણ અને રાહુલ શર્માએ પણ તેમનો સાથ આપ્યો હતો. તેમણે છેતરીને યુવરાજના રૂમનો દરવાજો ખોલાવ્યો અને પછી તેના પર રંગ નાખ્યો.
તમને જણાવી દઈએ કે, ભારતના ઘણા પૂર્વ ક્રિકેટર્સ હાલમાં ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) રમી રહ્યા છે, જ્યાં સચિન તેંદુલકરની કેપ્ટન્સીમાં ઈન્ડિયા માસ્ટર્સની ટીમ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. ઈન્ડિયા માસ્ટર્સે 13 માર્ચે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને 94 રનથી હરાવી ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી. સેમીફાઈનલ મેચમાં યુવરાજ સિંહ અને સચિન તેંદુલકરે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
યુવરાજ સિંહે 30 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 7 સિક્સ ફટકાર્યા હતા. ભારતે સીમિત 20 ઓવરમાં 220 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 18.1 ઓવરમાં 126 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.