મોટા કાફલા માટે હોડઃ અમેરિકાએ માગી 80 ગાડી, ચીને 46, જાણો G20 સમીટની રસપ્રદ વાતો

7 સપ્ટેમ્બરના રોજ G20 નેતાઓના શિખર સંમેલન માટે 19 દેશો, યુરોપીય સંઘ અને ઘણા અન્ય ઇન્ટરનેશનલ સંગઠનોના રાષ્ટ્રાધ્યક્ષ નવી દિલ્હી આવી રહ્યા છે. એવામાં અતિથિઓની સુવિધાઓને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં 8-10 સપ્ટેમ્બર સુધી શાળા, કૉલેજ અને ઓફિસો બંધ રહેશે, સાથે જ ટ્રાફિક ડાયવર્ઝન પણ લાગૂ રહેશે. સુરક્ષા એજન્સીઓએ આ સવાલથી પણ ઝઝુમી રહી છે કે દરેક અતિથિ દેશ માટે કારકેડના હિસ્સાના રૂપમાં કેટલા વાહન હોય શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, અમેરિકાએ પોતાની 75-80 ગાડીઓ લાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, તો ચીને કહ્યું કે, તેઓ 46 ગાડીઓ લાવશે. જાણકારોએ કહ્યું કે, આ બંને દેશો સિવાય, તુર્કી, સંયુક્ત અરબ અમીરાત (UAE), યુરોપીય સંઘ અને ફ્રાન્સના પ્રતિનિધિ પોતાની કાર લાવવાની યોજના બનાવી રહી છે. જાણકારોએ આ કાફિલાઓના કારણે થનારી પરેશનીને ધ્યાનમાં રાખતા દિલ્હી પોલીસે પ્રસ્તાવ આપ્યો છે કે અમેરિકા અને ચીન વાહનોની સંખ્યામાં ઘટાડો કરે, ત્યારબાદ વિદેશ મંત્રાલયે અતિથિ દેશોને તેની જાણકારી આપી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઘણી ચર્ચાઓ બાદ અમેરિકા 60 વાહનો પર સહમત થયું, જ્યારે ચીન સાથે ચર્ચા અત્યારે પણ ચાલી રહી છે. દિલ્હી પોલીસના પ્રતિનિધિએ બેઠકમાં જણાવ્યું કે, તેમણે સુરક્ષા સાથે સાથે વાહનવ્યવહારની બધી વ્યવસ્થાઓ કરી છે, પરંતુ દેશોની ગાડીઓની સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. અમેરિકાએ 75-80 વાહનોમાંથી 25 અને ચીને લગભગ 20 વાહન ઓછા કરવા જોઈએ.

G20 અગાઉ VVIP માટે તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સુરક્ષા માટે થોડા દિવસ અગાઉ આયોજિત એક બેઠકમાં કારકેડ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ પ્રમુખની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ઇન્ટેલિજેન્સ બ્યૂરો અને અન્ય હિતધારકોના અધિકારીઓએ ભાગ લીધો. રિપોર્ટ્સ મુજબ, સુરક્ષા અને અન્ય લોજિસ્ટિક વિચારોના આધાર પર વિદેશ મંત્રાલયે G20 શિખર સંમેલનના પ્રતિનિધિઓને રાખવા માટે દિલ્હી NCRમાં 16 હોટલોની ઓળખ કરી છે.

દિલ્હી પોલીસની ટ્રાફિક યુનિટે દિલ્હીમાં આગામી G20 શિખર સંમેલન માટે કુલ ડ્રેસ કારકેડ રિહર્સલનું આયોજન કર્યું. એક રિપોર્ટ મુજબ, ઇન્ટરનેશનલ સંગઠનો બાદ સૌથી પહેલા ઓમાનનો કાફલો નીકળશે. તેનું કારણ ત્યાં સુલ્તાનનું હોવું છે. ત્યારબાદ દેશના નામમાં ઉપસ્થિત આલ્ફાબેટના ક્રમથી કાફલો નીકળશે. જાણકારો મુજબ, અલગ-અલગ હૉટલોમાંથી 10 સપ્ટેમ્બરની સવારે 30 મિનિટમાં બધા કાફલા રાજઘાટ પહોંચશે.

Top News

બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
National 
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
World 
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
National 
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.