અદાણી ફાઉન્ડેશનની ટીમ અને આઈ.સી.ડી.એસ. સાથે મળીને પોષણ માહની ઉજવણી કરી

સુરત : સપ્ટેમ્બર માસને કુપોષણ સામેની લડાઈમાં પોષણ માહ તરીકે ઉજવાઇ છે. સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન વિવિધ પ્રવૃતિ સાથે સમગ્ર ઉમરપાડા તાલુકામાં અદાણી ફાઉન્ડેશનની ટીમ અને આઈ.સી.ડી.એસ. સાથે મળીને પોષણ માહની ઉજવણી કરવામાં આવી છે. ઉમરપાડા તાલુકાને કુપોષણમુક્ત બનાવવા માટે એપ્રિલ 2024થી અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણની શરૂઆત કરવામાં આવી છે. એ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ સાથે મળીને કુપોષણના પ્રમાણને ઘટાડવા માટેના સઘન પ્રયત્નો થઈ રહ્યા છે.



તાજેતરમાં સમગ્ર સપ્ટેમ્બર માસ જે આખા વિશ્વમાં પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત ઉમરપાડામાં પણ એની ઉજવણી બહુ ઉમદા અને પરિણામલક્ષી કાર્યક્રમો સાથે કરવામાં આવી છે. ઉજવણી દરમિયાન કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી બહેનો તથા ભાઈઓમાં વધુ જાગૃતતા લાવી શકાય એ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જાગૃતતા રેલી, ફેમિલી કોઉન્સેલિંગ, જૂથ ચર્ચા, વાનગી પ્રદર્શન, પોષણ વાટિકા, સરગવાના વૃક્ષોનું રોપણ, શાળા, આંગણવાડી તથા લાભાર્થીના ઘરે કરવામાં આવ્યું હતુ. આ દિવસો દરમ્યાન અદાણી ફાઉન્ડેશનની ટીમ અને સુપોષણ સંગીની બહેનો કે જેઓ ગામ લેવલે આ પ્રોજેક્ટ માટેની કામગીરી કરે છે એ બધાએ સાથે મળી ને અલગ અલગ પ્રવૃતિઓ દ્વારા ઉમરપાડા તાલુકા ના 13,236 જેટલા લોકો સુધી પહોંચીને એક નવી પહેલ કરી છે. આ તમામ પ્રવૃતિમાં આઈ.સી.ડી.એસ.નો સહયોગ દરેક તબક્કે રહ્યો હતો. સૌના સહિયારા પ્રયાસ દ્વારા ઉમરપાડા તાલુકામાં કુપોષણ ઘટાડવાના સઘન પ્રયત્ન થઈ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

વિસાવદર પેટા ચૂંટણી: ભાજપ-AAPના ઉમેદવારોને કેશુબાપા યાદ આવ્યા

સૌરાષ્ટ્રના વિસાવદરમાં 19 જૂને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને 23 જૂને પરિણામ જાહેર થવાનું છે. આ બેઠક...
Gujarat 
વિસાવદર પેટા ચૂંટણી: ભાજપ-AAPના ઉમેદવારોને કેશુબાપા યાદ આવ્યા

એર ઇન્ડિયા પ્લેન ક્રેશ: આ 5 સવાલોના જવાબ મળવા જ જોઇએ

અમદાવાદમાં 12 જૂને બનેલી વિમાન દુર્ઘટનાએ એવિએશન વર્લ્ડમાં અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. પરંતુ આ 5 સવાલો એવા છે...
National 
એર ઇન્ડિયા પ્લેન ક્રેશ: આ 5 સવાલોના જવાબ મળવા જ જોઇએ

આ બિલ્ડરે અઠવાડિયામાં 11 હજાર કરોડના 1164 ફ્લેટ વેચી નાખ્યા, એવું શું છે ખાસ

રિયલ એસ્ટેટ કંપની DLF લિમિટેડે ગુરુગ્રામમાં માત્ર એક અઠવાડિયામાં 11 હજાર કરોડ રૂપિયાના 11,64 લક્ઝરી એપાર્ટમેન્ટ વેચ્યા છે. આ પ્રીમિયમ...
Business 
આ બિલ્ડરે અઠવાડિયામાં 11 હજાર કરોડના 1164 ફ્લેટ વેચી નાખ્યા, એવું શું છે ખાસ

બિઝનેસમેને પત્ની માટે બનાવ્યું તાજમહેલ જેવું 4BHK ઘર

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઘર બતાવવામાં આવ્યું છે જે બિલકુલ...
National 
બિઝનેસમેને પત્ની માટે બનાવ્યું તાજમહેલ જેવું 4BHK ઘર
Copyright (c) Khabarchhe All Rights Reserved.