ગુજરાતીમાં ઇમાનદાર પત્રકારત્વના 10 વર્ષ પછી Khabarchhe.comની હિંદી અને અંગ્રેજીમાં એન્ટ્રી

1 મે, 2014ના રોજ જ્યારે Khabarchhe.com શરૂ થયું, ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાતમાંની ડિજિટલ પત્રકારત્વ એક નવું-સવું ક્ષેત્ર હતું. માર્કેટ તૈયાર ન હતું. કોઇ ગંભીરતાથી લેતું ન હતું. સનસનાટી ફેશનમાં હતી. જો ટકવું હોય તો સમાધાન કરવા જ પડે, તેમ મનાતું હતું. એ વખતે Khabarchhe.comએ નિર્ણય કર્યો –ખોટા હેડલાઈન્સની લાલચમાં ન ઊતરીએ. સાચા અને ઇમાનદાર પત્રકારત્વને વળગી રહીએ. કોઇ સમાધાન ન કરીએ.

Khabarchhe.comના સ્થાપક તંત્રી ઉત્કર્ષ પટેલ કહે છે, “શરૂઆતથી જ ન કોઇ ઇન્વેસ્ટરનું બેકિંગ હતું, ન કોઇનો સીધો કે આડકતરો સપોર્ટ. અમે 10 વર્ષ માત્ર એક જ મૂલ્ય લઇને ચાલ્યા છીએ –ઇમાનદાર પત્રકારત્વ. અમને દરેક ક્લિકે વાચકોનો વિશ્વાસથી કમાવી આપ્યો. દરેક વાચક અમારી સાથે ખબરની સાચી કદર કરીને જોડાયો.”

દરેક નવા દિવસ સાથે Khabarchhe.com એ પોતાનું વચન પાળ્યું – કોઇ સેન્સેશન નહીં માત્ર સીધા અને સ્પષ્ટ સમાચાર આપ્યા. જ્યાં અનેક પોર્ટલ્સ ક્લિક મેળવવા માટે મૂલ્યોની બલિ ચઢાવતા, ત્યાં અમે સ્પષ્ટતા અને સાહસ સાથે અસ્તિત્વ જાળવીને સતત વિકાસ કર્યો. શરૂઆતમાં મુશ્કેલી હતી. બજાર સિદ્ધાંતોને ઇનામ નથી આપતું. પણ વાચકો મળ્યા. અને રોજ નવા મળી રહ્યા છે.

આજે 10 વર્ષની સફર પૂરી કરીને, Khabarchhe.comએ માત્ર અસ્તિત્વ ટકાવી રાખ્યું નથી –સતત વિકાસ કર્યો છે. હવે શરૂ થાય છે હિન્દી અને અંગ્રેજી પોર્ટલ્સ જેથી ગુજરાત અને ગુજરાતના હિતની વાત હવે દેશ અને વિશ્વમાં પહોંચશે. અને સાથે આવશે હાઇપરલોકલ ન્યૂઝ, જ્યાં દરેક શહેરની વાત માટે જગ્યા હશે.

Khabarchhe.com જ્યારે શરૂ કરાયું ત્યારે એક અખતરો કહેવાતો આજે ડિજિટલ પત્રકારત્વમાં એક સફળ મોડેલ બની ને સાબિત કરી રહ્યું છે કે ઇમાનદાર પત્રકારત્વ આજે પણ અસ્તિત્વ ધરાવે છે અને ટકાઉ પણ છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.