હરાજીમાં મિલકત ખરીદવા માટે ડિપોઝીટ જમા કરાવ્યા બાદ મિલકત ન ખરીદી, કોર્ટમાં રિફંડ માંગ્યું, કોર્ટે ફરિયાદ રદ કરી

સુરત બેંક ઓફ બરોડાએ સરફેસી એકટની કાર્યવાહી અન્વયે લોનના ડિફોલ્ટરની કબજે લીધેલી મીલકતના વેચાણ માટે જાહેર હરાજી કરતા જાહેર હરાજીમાં મીલકત ખરીદવા માટે બીડ કરીને રૂા 2.12લાખ ડિપોઝીટ કર્યા બાદ સુચિત ખરીદનારે પોતાને મીલકત લીગલ ન હોવાનું જણાતું હોવાથી પોતે બેન્કને ચૂકવેલ રૂા. 2.12 લાખ તથા કહેવાતા મીડીએટર (બ્રોકર) ને ચૂકવેલ રૂા. 1.75 લાખ વ્યાજ અને વળતર સહિત પરત અપાવવા માટે સૂચિત ખરીદનારે બેંક ઓફ બરોડા સામે સુરત જીલ્લા ગ્રાહક કમિશન (એડીશનલ) સમક્ષ કરેલી ફરિયાદ કમિશને સરફેસી એકટ અન્વયેની કાર્યવાહી થયેલ હોય ત્યારે સિવિલ કોર્ટ કે કન્ઝયુમર કોર્ટને તે સંબંધના કેસો ચલાવવાની હકૂમત હોતી નથી તેવું ઠરાવી ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો છે.

ફરિયાદીએ બેંક ઓફ બરોડા (સામાવાળા) વિરૂધ્ધ સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ (એડીશનલ) સમક્ષ કરેલી ફરિયાદની વિગતો એવી હતી કે સામાવાળા બેન્કે 2017ના વર્તમાનપત્રમાં અલગ અલગ સ્થળોએ મકાનોની હરાજી માટેની જાહેર નોટીસ બહાર પાડેલ અને હરાજી 2017ના રોજ નકકી કરેલી. જેમાં પ્લોટ નં. એ/૧૫૨ અને એ/૧૫૩, રેશ્મા રો-હાઉસ વિભાગ–બી, મોજે : મગોબ, સુરતવાળી મીલકત અંગે જણાવવામાં આવેલ મકાનની લધુતમ કિંમત રૂા. 29,29,૦૦૦/- હતી. અને જો મકાન ખરીદવું હોય તો મકાનની કિંમત 10% રકમ જમા કરાવવાની હતી. જેથી ફરિયાદીએ સામાવાળા બેન્કને ચેકથી રૂા. 2,92,૦૦૦/- ચૂકવેલ. ત્યારબાદ તા. ૩/૮/૨૦૧૭ ના રોજ હરાજી થયેલ તેમાં સદર મકાનના રૂા. 40,49,૦૦૦/- રકમની બીડ (બોલી) ફરિયાદીએ લગાવેલ અને રૂા. 40,49,૦૦૦/- ભરવા સંમતિ આપેલ. 

ત્યારબાદ સામાવાળા બેન્કના 25% રકમ ભરવાનો ફરિયાદી ઉપર ફોન આવેલ. તેથી ફરિયાદીએ રકમ ભ૨વા તૈયારી બતાવેલ. જેથી ફરિયાદીએ સામાવાળા બેન્ક પાસેથી મીલકતના પેપર્સ માંગેલ, તેથી સામાવાળાએ ફરિયાદીને મીલકતનો નકશો અને એક રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની નકલ આપેલ. ત્યારબાદ ફરિયાદીએ કોર્પોરેશનમાંથી  મકાનનો નકશો કઢાવેલ. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે  મકાન સીઓપીમાં આવતું હતુ અને એસએમસી મુજબ લીગલ ન હતું. જેથી ફરિયાદીએ તુરત સામાવાળા નં. 1 ને જાણ કરેલ, અને પૈસા રીફંડની અરજી પણ આપેલ. સામાવાળા નં. 1 ફરિયાદીને કોઈ સરખો જવાબ આપેલ નહી. ત્યારબાદ સામાવાળા બેન્કે તા. ૨૩/૧૧/૨૦૧૭ ના રોજ વર્તમાનપત્રમાં એ જ મકાન અંગેની ફરીથી હરાજીની નોટીસ આપેલ. અને તા. ૧૪/૧૨/૨૦૧૭ હરાજીની તારીખ નકકી કરવામાં આવેલ. જેથી ફરિયાદીએ નારાજ થઈ સુરત જીલ્લા ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ કરી સામાવાળા નં. ૧ બેન્ક ફરિયાદીને રૂા. 2,92,9૦૦/- વ્યાજ સહિત પરત ચુકવી આપે તેવો હુકમ કરવા તેમજ ફરિયાદીએ પોતે કહેવાતા મીડીએટરને ચૂકવેલ રૂા. 1,75,૦૦૦/- વ્યાજ સહીત પરત ચુકવી આપે તેવો હુકમ કરવા તેમજ માનસિક/શારીરિક, ત્રાસ-આઘાતનું વળતર તથા ફરિયાદ ખર્ચ મેળવવા માટે અત્રેના કિંમશનમાં દાખલ કરેલ.

બેંક ઓફ બરોડા તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇની ગ્રાહક અદાલત સમક્ષ ઉપસ્થિત થઈ દલીલ કરતા જણાવ્યું હતુ કે ફરિયાદીની ફરિયાદ સામાવાળા નં.(૧) બેંકે સર્ફેસી એક્ટ-૨૦૦૨ અન્વયે કબજે લીધેલી મિલકતોની જાહેર હરાજી (પબ્લીક ઓડશન) થી કરવામાં આવેલ વેચાણ સબંધીત છે. પબ્લીક ઓક્શનમાં ભાગ લેનાર વ્યકિત ગ્રાહક સુરક્ષા ધારામાં આપેલી વ્યાખ્યા અનુસારના ગ્રાહક નથી. તેવું નેશનલ કમિશનના ચુકાદાથી પ્રસ્થાપિત થયેલું છે. જે સંજોગોમાં ગ્રાહક સુરક્ષા ધારામાં આપેલી વ્યાખ્યા અનુસાર ગ્રાહક નથી. જેથી ફરિયાદ પ્રથમ દર્શને રદ થવાને પાત્ર છે. વધુમાં, ફરિયાદીની ફરિયાદ પણ સર્ફેસી એકટ-૨૦૦૨ અન્વયે સામાવાળા નં.(૧) બેંકે કબજે લઈ જાહેર હરાજીમાં મુકેલ વેચાણના વ્યવહાર સબંધીત છે. એટલે કે, આ પ્રકારની ફરિયાદ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ મેઇન્ટેઇનેબલ નથી અને પ્રથમ દર્શને રદ થવાને પાત્ર છે. ફરિયાદીએ હરાજીવાળી મિલકતનું મકાન COP માં આવતું હોવાની અને મકાન લીગલ ન હોવાની વગેરે જે તમામ હકીકત જણાવી છે. તે તમામ હકીકતો ખરી નથી અને કબુલ નથી. મિલકત સબંધીત તમામ વિગતો/માહીતી જાણી/સમજીને જ ફરિયાદીએ હજરાજીમાં ભાગ લીધેલો જેથી પાછળથી ફરિયાદી કોઈ વાંધા વાચકા કાઢવા હકદાર નથી. 

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ઇન્ચાર્જ પ્રમુખ ન્યાયાધીશ કે.જે.દર્સોંદી અને સભ્ય પૂર્વી જોષીએ એડવોકેટ શ્રેયસ દેસાઇની દલીલો ગ્રાહ્ય રાખી ફરિયાદની ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો છે. 

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.