અંબાલાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તેવી કરી આગાહી, ઠંડીને લઇને પણ કહી આ વાત

ગુજરાતમાં હાલ ગુલાબી ઠંડી, ગરમીની સાથે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે વેસ્ટન ડિસ્ટર્બન્સ સર્જાશે તેવી આગાહી કરી છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં થોડી ઠંડી વધશે. હાલમાં અંબાલાલ પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. ત્યાંથી તેમણે આગાહી કરી છે. તેમની મુજબ, આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ સર્જાશે. 12 નવેમ્બર સુધી દેશના ઉત્તરી-પર્વતીય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની સંભાવના રહેશે.

ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો છવાયું વાતાવરણ રહી શકે છે અને વરસાદી છાંટા પડે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે, 12 નવેમ્બર બાદ એટલે આજે અરબ સાગર અને બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે જેના કારણે લો પ્રેશર બનશે. બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. 12 નવેમ્બર પછી વધુ હલચલ જોવા મળશે. 14-16 નવેમ્બરના રોજ ચક્રવાત સક્રિય થવાની સંભાવના રહેશે. આ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધી રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળછવાયુ વાતાવરણ જોવા મળશે. ઠંડીને લઇને તેમણે જણાવ્યું હતું કે, શિયાળામાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ડિસેમ્બર 22થી થ્રીજવી મકતી ઠંડી પડશે, જાન્યુઆરીમાં ઠંડો રહેશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ઠંડી પડવાની સંભાવના રહેશે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડકડથી ઠંડી પડશે. ડિસેમ્બરના અંત સુધી એક પછી એક સિસ્ટમ બનતા રહેશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવતા રહેશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે.

અમદાવાદ હવામાન વિભાગની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી 5 દિવસોમાં રાજ્યમાં વરસાદની કોઇ આગાહી નથી. રાજ્યભરમાં વાતાવરણ ચોખ્ખું રહેશે. આ સાથે એમ પણ જણાવાયું છે કે, બે ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. ત્યારબાદ તાપમાનમાં વધારે બદલાવ થવાની સંભાવના નથી. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દાદરા નગર હવેલી સહિતના ગુજરાતના તમામ વિસ્તારોમાં તાપમાન સુકુ રહેશે. આ સાથે વરસાદની કોઇ સંભાવના નથી.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.