- Gujarat
- ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી શકે છે. તેમણે 17-24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની આગાહી કરી છે. અંબાલાલની માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
ગુજરાત હાલમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યું છે; ડિસેમ્બર અડધો ભાગ થઈ ગયો છે, પરંતુ ઠંડીના ચમકારાના કોઈ સંકેત નથી. હવામાન વિભાગે પણ આગામી અઠવાડિયામાં તાપમાનમાં કોઈ ઘટાડો થવાનો સંકેત આપ્યો નથી. તેનાથી વિપરીત હવામાન વિભાગે 1-2 ડિગ્રીનો વધારો થવાનો સંકેત આપ્યો છે, જેથી આગામી અઠવાડિયામાં ઠંડી વધવાના કોઈ સંકેત નથી.
આ બધા વચ્ચે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 17 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની ચેતવણી આપી છે. તેમણે ડિસેમ્બરમાં ગુજરાતમાં ફરી એક વખત માવઠાના વધુ એક પ્રહારની પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે 17-24 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં ફેરફાર અને માવઠાની શક્યતાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 18-24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સર્જાશે અને દરમિયાન બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બનશે. આના કારણે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થશે અને માવઠાની શક્યતા વધશે.
અંબાલાલ પટેલના આકલન મુજબ, અરબી સમુદ્રમાં આ ભેજ અને હળવા ભેજના પ્રભાવને કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે ચક્રવાતી પરિભ્રમણ બનશે. તેના કારણે ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવણી પણ આપી છે કે આ માવઠાને કારણે ખાસ કરીને ઘઉં, તુવેર અને જીરાના પાકને નુકસાન પહોંચાડી શકે છે.
હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થશે. હાલમાં પૂર્વ દિશા તરફ પવનો હોવાને કારણે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી હતું, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું.
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે ગાત્રો થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.

