રાત્રે 2 વાગ્યે બુલડોઝર સાથે પોલીસ આવી,દરગાહ તોડી પાડી,5 વાગ્યા સુધીમાં બધું સાફ

અચાનક, શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે, ગુજરાતના જૂનાગઢમાં હિલચાલ એકદમ ઝડપી બની ગઈ. અહીં અધિકારીઓ મોટી પોલીસ ફોર્સ સાથે બુલડોઝર સાથે પહોંચ્યા અને એક દરગાહને તોડી પાડી. જૂનાગઢમાં આ દરગાહ ઉપરાંત અલગ અલગ જગ્યાએ બનેલા બે ગેરકાયદેસર મંદિરો પણ દૂર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દરગાહને તોડવાની કામગીરી રાત્રે લગભગ 2 વાગ્યે શરૂ થઈ હતી, જે સવારે લગભગ 5 વાગ્યા સુધી ચાલુ રહી હતી. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, આ વિસ્તારમાં લગભગ 1000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેમણે દરગાહથી લગભગ 300-400 મીટર દૂર બેરિકેડિંગ કરીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

દરગાહને તોડી પાડ્યા પછી પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. કોઈપણ અપ્રિય પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.

એવું કહેવાય છે કે, જૂનાગઢમાં મજેવાડી દરવાજા પાસે આવેલી આ દરગાહ લગભગ બે દાયકા જૂની હતી. આ દરગાહ રસ્તાની વચ્ચોવચ આવેલી હતી, જે ધીરે ધીરે મોટી થતી ગઈ. અગાઉ પણ ગેરકાયદે રીતે બનેલી આ દરગાહને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે જૂનમાં પણ પોલીસની એક ટીમ કાર્યવાહી કરવા માટે અહીં પહોંચી હતી, પરંતુ સ્થાનિક લોકોના વિરોધ પછી તેમણે તેમના પગલા પાછા ખેંચવા પડ્યા હતા.

આ દરમિયાન ટોળાએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી અને અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. જ્યારે પોલીસે ત્યાં એકઠા થયેલા ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો, ત્યારે દેખાવકારોએ ત્યાં પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક ડેપ્યુટી SP અને ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા.

ચાલો જાણીએ કે, આ દરવાજો કોણે બનાવ્યો છે અને શું અહીં કોઈ દરગાહ હતી અને શું આ દરગાહ કોઈની છે. ગુજરાત ઈતિહાસ નામના એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વીટ કરવામાં આવેલ ફોટો અને હાલના ફોટોની સરખામણી કરતા કહેવામાં આવી રહ્યું છે કે 1885માં અહીં કોઈ દરગાહ નહોતી. આવી સ્થિતિમાં શું આ દરગાહ ગેરકાયદે છે? સોશિયલ મીડિયા પર હાલના લેટેસ્ટ ફોટોમાં આ દરગાહ મજેવાડી દરવાજાની જમણી બાજુ આવેલી છે. જે ફોટો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, તે એવો છે કે મજેવાડી દરવાજાનો ફોટો F નેલ્સને 1890માં લીધો હતો. તે હવે 136 વર્ષ જૂનો છે.

આ પહેલા આ મહિનાની શરૂઆતમાં, મહારાષ્ટ્રના નાસિકમાં નાસિક-ચંદવાડ હાઈવે વચ્ચે બનેલી મજારને બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. મહારાષ્ટ્રના BJP વિધાનસભ્ય નીતિશ રાણેએ થોડા દિવસો પહેલા આ મજાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો હાઈવેની વચ્ચે બનેલી મજાર પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં નહીં આવે તો, તે મજારની નજીક હનુમાન મંદિર પણ બનાવશે. રાણેના અલ્ટીમેટમના બે દિવસ પછી તરત જ વહીવટીતંત્રે મોડી રાત્રે કબરને ગેરકાયદેસર જાહેર કરીને તોડી પાડી હતી.

Related Posts

Top News

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.