લાયસન્સ વગર પેકેજ્ડ વોટર વેચતી સુરતની કંપની પર ભારતીય માનક બ્યુરોના દરોડા

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરીથ માન્ય લાયસન્સ લીધા વગર પેકેજ્ડ બંધ પીવાના પાણીનું ઉત્પાદન થતું હોવાની માહિતીના આધાર પર તા. 6 એપ્રિલ 2023ના રોજ મેસર્સ વચ્છરાજ (પ્રો. દીપક છગનભાઈ મોરડિયા), 7/એજીએફ પ્લોટ-બી2, અમેના પાર્ક સોસાયટી, મોટા વરાછા, સુરત-395006, ગુજરાતમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મોટા જથ્થામાં પેકેજ્ડ બંધ પીવાના પાણી પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પુરાવા તરીકે અલગ-અલગ બ્રાન્ડની નકલી આઈએસઆઈ માર્કવાળા પાણીના 20 લિટરના 39 જાર મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે. જે મુજબ કોઈપણ વ્યક્તિ આ વસ્તુનું ઉત્પાદન બીઆઈએસ તરફથી આઈએસઆઈ માર્કના લાયસન્સ લીધા વિના કરી શકે નહીં. બ્યુરોની પૂર્વ પરવાનગી વગર બ્યુરો માનક માર્કનો બનાવટી ઉપયોગ કરવાવાળા વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની કલમ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વિના ભારતીય માનક બ્યુરો (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરતા હોય છે. ભારતીય માનક બ્યુરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલી કે કરેલી ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય તો તે એના વિશે પ્રમુખ ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત-395001 ફોન નં. 0265-2990071 પર લખી શકે છે. ફરિયાદને headsubo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.