કોવિડ નહોતો છતા સારવારનું બિલ વસૂલનાર સુરતની હોસ્પિટલે 1.64 લાખ દર્દીને પરત કરવા ગ્રાહક કમિશનનો આદેશ

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા આરોગ્ય સેવાઓ ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં દર્દીને હકીકતમાં કોવિડ-19 ન હોવા છતાં હોસ્પિટલ દ્વારા કોવિડ પેકેજ મુજબ ચાર્જ વસૂલવામાં આવ્યા હોવાનું ઠરી આવતાં હોસ્પિટલને વસૂલ કરેલી વધારાની રકમ વ્યાજ સાથે દર્દીને પરત ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ કેસમાં ફરિયાદીએ  ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિ., હેરિટેજ હેલ્થ TPA તેમજ DWTI-પ્રભુ જનરલ હોસ્પિટલ એન્ડ બેંકર્સ અને તેના સંચાલકો વિરુદ્ધ ગ્રાહક ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ, એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ તથા એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈ હાજર રહ્યા હતા. તેમણે કમિશન સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે દર્દીને કોવિડ ન હોવા છતાં કોવિડ પેકેજ મુજબ બિલ વસૂલવામાં આવ્યું હોવાથી દર્દીને થયેલ નુકસાનની ભરપાઈ થવી જ જોઈએ અને કપાત કરાયેલ ક્લેઇમની રકમ વીમા કંપની પાસેથી અથવા વૈકલ્પિક રીતે ગેરરીતિપૂર્વક રકમ વસૂલનાર હોસ્પિટલ પાસેથી ફરિયાદીને અપાવવાનો હુકમ કરવામાં આવે.

ફરિયાદીની પાસે રૂ. 7 લાખની મેડીક્લેમ પોલિસી અમલમાં હતી. જુલાઈ-2020 દરમિયાન તબિયત બગડતાં તેમને શહેર સુરતમાં ઉમરા વિસ્તારમાં આવેલ DWTI-પ્રભુ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના રેકોર્ડ અને ડિસ્ચાર્જ સમરી મુજબ દર્દીનું નિદાન “Viral Pneumonia Covid-Negative” હોવાનું નોંધાયેલ હતું. સારવારનો કુલ ખર્ચ રૂ. 3,71,321 થયો હતો. ત્યારબાદ ફરિયાદીએ વીમા કંપની સમક્ષ મેડીક્લેઇમનો દાવો રજૂ કર્યો હતો.

2


કમિશને હોસ્પિટલના બિલ, ડિસ્ચાર્જ સમરી તથા અન્ય મેડિકલ દસ્તાવેજોનું વિશ્લેષણ કરતાં નોંધ્યું કે દર્દી “Covid-Negative” હતો. તેમ છતાં હોસ્પિટલ દ્વારા કોવિડ-19 ની સારવાર માટે ફરિયાદી પાસે ₹3.71 લાખ ચાર્જ વસૂલવામાં આવ્યા હતા. હોસ્પિટલ તરફથી એ બાબતે કોઈ સંતોષકારક સ્પષ્ટતા આપવામાં આવી નહોતી કે જ્યારે દર્દીને કોવિડ ન હતો ત્યારે કોવિડ  મુજબ બિલ કેમ બનાવવામાં આવ્યું.

કમિશને વધુમાં ઠરાવ્યું કે વીમા કંપનીની કોઈ સેવા ખામી જણાતી નથી . પરિણામે વીમા કંપની તથા TPA વિરુદ્ધની ફરિયાદ રદ કરવામાં આવી. બીજી તરફ હોસ્પિટલ અને તેના જવાબદાર વ્યક્તિઓ દ્વારા દર્દી પાસેથી ખોટી રીતે વસૂલ કરાયેલ રૂ. 1,64,276 પરત ચૂકવવાની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી.

આથી સુરત જિલ્લા ગ્રાહક કમિશને હોસ્પિટલ તથા તેના જવાબદાર સંચાલકોને સંયુક્ત અને વિભક્ત રીતે ફરિયાદીને રૂ. 1,64,276 અરજીની તારીખ 31-07-2021થી 8 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. ઉપરાંત માનસિક ત્રાસ, હેરાનગતિ અને અગવડ બદલ રૂ. 6,000 તથા ફરિયાદ ખર્ચ પેટે રૂ. 4,000 ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખ પી.પી. મેખીયા અને સભ્ય ડો. તીર્થેશ મહેતાએ આપેલા આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે આરોગ્ય સેવા પ્રદાતાઓ દર્દીને વાસ્તવિક સારવાર અને નિદાનને અનુરૂપ જ ચાર્જ વસૂલવા બંધાયેલા છે. દર્દીને જે રોગ ન હોય તે રોગના નામે પેકેજ ચાર્જ વસૂલવામાં આવે તો તે ગ્રાહક કાયદા હેઠળ સેવા ખામી અને અયોગ્ય વ્યવહાર ગણાઈ શકે છે તથા હોસ્પિટલને વસૂલ કરેલી રકમ પરત કરવાની ફરજ પડી શકે છે.

About The Author

Related Posts

Top News

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વીઝા નિયમો ઘણા કડક અને વધુ મોંઘા કરી દીધા છે. H1B વીઝા...
Business 
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

નેપાળ ટૂરિઝ્મ બોર્ડના જણાવ્યા અનુસાર, બુધવારે (26 ઓગસ્ટ) નેપાળના રસુવા ક્ષેત્રમાં આવેલા ભયંકર પૂરને કારણે 291 વિદેશી નાગરિકો...
World 
કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.