- Gujarat
- સોમનાથ મંદિર પાસેની દીવાલ 6 ફૂટથી વધુ ઊંચી ન બનાવો, સુપ્રીમ કોર્ટે કેમ કર્યો ગુજરાત સરકારને આ આદેશ
સોમનાથ મંદિર પાસેની દીવાલ 6 ફૂટથી વધુ ઊંચી ન બનાવો, સુપ્રીમ કોર્ટે કેમ કર્યો ગુજરાત સરકારને આ આદેશ

સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે ગીરમાં સોમનાથ મંદિર નજીક તોડી પાડવામાં આવેલા સ્થળે અતિક્રમણ અટકાવવા માટે બનાવવામાં આવી રહેલી કમ્પાઉન્ડ વોલની ઊંચાઈ પાંચથી છ ફૂટ સુધી મર્યાદિત હોવી જોઈએ. જસ્ટિસ B.R. ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચને રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ અતિક્રમણ અટકાવવા માટે કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા છે.

દિવાલની ઊંચાઈ અંગે અરજદારના વકીલ દ્વારા કરવામાં આવેલા દાવાઓનો વિરોધ કરતા, ગુજરાત સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, સરકાર તેની જમીનના રક્ષણ માટે કમ્પાઉન્ડ વોલ બનાવી શકે છે.
જસ્ટિસ B. R. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, 12 ફૂટ ઊંચી દિવાલ ન બનાવો. જો તમે તેને સુરક્ષિત કરવા માંગતા હો તો પાંચ કે છ ફૂટ ઊંચાઈ પૂરતી છે. સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, 12 ફૂટ ઊંચી દિવાલ બનાવવાનો દાવો અરજદારના વકીલનો માત્ર મૌખિક દાવો છે. અમે એવો કોઈ કિલ્લો નથી બનાવી રહ્યા કે જેમાં કોઈ પ્રવેશી ન શકે. આ ફક્ત ગેરકાયદેસર અતિક્રમણ અટકાવવા માટે છે.

બેન્ચે કહ્યું કે કમ્પાઉન્ડ વોલની ઊંચાઈ યોગ્ય હોવી જોઈએ અને પૂછ્યું કે, તમે 12 ફૂટ ઊંચી દિવાલ કેમ બનાવવા માંગો છો? બેન્ચે તેને પાંચ કે છ ફૂટ બનાવવાનો નિર્દેશ આપ્યો. અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ દલીલ કરી હતી કે, સત્તાવાળાઓ દિવાલ બનાવીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જસ્ટિસ ગવઈએ મહેતાને કહ્યું કે, આ સંદર્ભમાં સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચનાઓ આપવી જોઈએ. મહેતાએ કહ્યું કે, હું સૂચનાઓ આપીશ. અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ રજૂઆત કરી હતી કે, અધિકારીઓ પરિસરની આસપાસ દિવાલ બનાવીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહેતાએ હેગડેના દાવાઓને ફગાવી દીધા અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં આપેલા તેમના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કર્યો.

મહેતાએ 31 જાન્યુઆરીએ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે, અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક વિધિઓ સહિત કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી રહી નથી. તેમણે સોમવારે કહ્યું કે, પરિસ્થિતિ એવી જ છે. તેમણે કહ્યું કે, અમે ફક્ત અતિક્રમણ અટકાવવા માટે કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા છીએ. અરજદારને ખબર નથી કે અંદર શું ચાલી રહ્યું છે. બેન્ચે કહ્યું, 'તમને ખબર કેમ નથી? હવે ડ્રોન દરેક જગ્યાએ ઉપલબ્ધ છે.'
હેગડેએ કહ્યું કે, એવું લાગે છે કે તમે 'ગ્રેટ વોલ ઓફ ચાઈના' બનાવી દીધી હોય અને જાણે કહી રહ્યા છો કે અમે તેનું રક્ષણ કરી રહ્યા છીએ. મહેતાએ જવાબ આપ્યો કે આ 'ગ્રેટ વોલ ઓફ ચાઈના' નથી. કૃપા કરીને આ મુદ્દાને સનસનાટીભર્યા ન બનાવો. અરજદારે કહ્યું કે સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ. બેન્ચે સુનાવણી માટે 20 મેની તારીખ નક્કી કરી.
Related Posts
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
