ગુજરાતના યુવાન સાથે લેન્સકાર્ટે એવું શું કર્યું કે ચારેબાજુ થઈ રહ્યો છે વિરોધ

ચશ્મા બનાવતી કંપની લેન્સકાર્ટ એક નવા વિવાદમાં ફસાઈ ગઈ છે. કંપનીના ભૂતપૂર્વ કર્મચારી હોવાનો દાવો કરતા એક યુવકે દાવો કર્યો છે કે ધાર્મિક ચિન્હો કાઢવાનો ઇનકાર કરવા બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. કંપનીના ભૂતપૂર્વ કર્મચારી હોવાનો દાવો કરતા જીલ સોગસિયાએ એક વીડિયો બહાર પાડ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંપની દ્વારા તેને તેની શિખા કાપવા, ઓમ પ્રતીક ભૂંસી નાખવા અને તેના માથા પરનો ચાંદલો કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે ઇનકાર કર્યો ત્યારે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. આ આરોપ એવા સમયે આવ્યો છે, જ્યારે કંપની પહેલાથી જ તેના ડ્રેસ કોડને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે.

02

ડૉ. આનંદ રંગનાથને જીલ સોગસિયાનો આ વીડિયો તેમના એક્સ (X) એકાઉન્ટ પર શેર કર્યો. તેમણે વીડિયો શેર કરતા લખ્યું, 'મને @Lenskart_com દ્વારા મારી શિખા કાપવા અને મારું તિલક કાઢવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે મેં ઇનકાર કર્યો ત્યારે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો.' જીલ સોગસિયા. આ સ્પષ્ટ ભેદભાવ અને કટ્ટરતા છે, જે આંતરિક મેમોને અનુસરવાથી ઘણી આગળ છે. પીયૂષ બંસલને ટેગ કરીને, તેમણે આગળ લખ્યું કે, શ્રી સોગસિયાને પાછા બોલાવવા જોઈએ અને ફરીથી નોકરી પર રાખવા જોઈએ.

03

ગુજરાતના સુરતના રહેવાસી સોગસિયાએ વીડિયોમાં બતાવ્યું હતું કે, તેમને 10 ડિસેમ્બર, 2025ના રોજ કંપની તરફથી ફોન આવ્યો હતો. 'મને તે સમયે કહેવામાં આવ્યું ન હતું કે, શિખા અને ચાંદલાને મંજૂરી નથી. મને કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં ટ્રેંનીંગ આપવામાં આવશે. મને કહેવામાં આવ્યું હતું કે, ટ્રેંનીંગ હેડ, નરગિસ, મને તાલીમ આપશે. નરગિસે મને કહ્યું કે, પ્રોગ્રામ ચાલુ રાખવા માટે ગ્રૂમિંગના ધોરણોનું પાલન કરવું જરૂરી છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના ઇનકારને કારણે તેમને તે પ્રોગ્રામમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

04

લેન્સકાર્ટના સ્થાપક અને CEO પીયૂષ બંસલે કહ્યું કે, 'વાયરલ થયેલો આ દસ્તાવેજ એક જૂની નોંધ હતી, આ અમારી કંપનીના HRની નીતિ નથી, તેમાં ભૂલથી કપાળનો ચાંદલો/શિખાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને પહેલાથી જ હટાવી દેવામાં આવ્યો હતો'

અહીં તમને બતાવી દઈએ કે, લેન્સકાર્ટના આંતરિક દસ્તાવેજમાં ઓફિસ ડ્રેસ કોડ સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી. આ દસ્તાવેજે ત્યારે એક મોટો વિવાદ ઉભો કર્યો હતો, જ્યારે લોકોએ ધ્યાન દોર્યું કે તે કાર્યસ્થળ પર કપાળ પર ચાંદલો અને તિલક લગાવવાની મનાઈ કરે છે, જ્યારે હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમ જેમ આ વિવાદ વધતો ગયો. લેન્સકાર્ટના સ્થાપક અને CEO પીયૂષ બંસલે સ્પષ્ટતા કરી કે, આ નીતિ દસ્તાવેજ ખોટો હતો અને કંપનીની વર્તમાન માર્ગદર્શિકાને દર્શાવતો નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.