અમિત શાહે સંસદમાં જે વાત કહી તે સાચી સાબિત થઈ, વક્ફની જમીન પર દૂકાન ભાડે આપી 17 વર્ષથી...

ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં વક્ફ સંપત્તિઓ પર જે દાવો કર્યોં હતો, તેની સત્યતા હવે ગુજરાતમાં સામે આવી છે. શાહે વક્ફ સંશોધન કાયદા પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ‘કેટલાક લોકો વક્ફની સંપત્તિને સામાન્ય કિંમતે ઉઠાવીને પાછળથી મોટી કમાણી કરી રહ્યા છે. બરાબર આવા જ પ્રકારનો એક મામલો ગુજરાતમાં સામે આવ્યો છે, જ્યાં 5 લોકોને વક્ફ સંપત્તિઓમાંથી 17 વર્ષથી સુધી ગેરકાયદેસર રીતે ભાડું વસૂલતા રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે.

waqf board
deccanchronicle.com

અમદાવાદમાં, આરોપીઓએ કાચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કાસમ ટ્રસ્ટની 5,000 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર રીતે નિર્માણ કરીને લગભગ 100 દુકાનો અને ઘર બનાવ્યા હતા. વક્ફના ટ્રસ્ટી હોવાનો દાવો કરીને, આ લોકો દર મહિને તેનું ભાડું વસૂલતા હતા અને પોતાના ખિસ્સા ભરતા હતા. વર્ષ 2008 થી વર્ષ 2025 સુધી, આ લોકોએ નકલી ટ્રસ્ટી બનીને 142.69 કરોડ રૂપિયાનું ભાડું વસૂલ્યું, જે વક્ફ બોર્ડ માટે હતું. આ રકમ ધાર્મિક અને સામાજિક કાર્યો માટે ખર્ચ થવી જોઈતી હતી, મુસ્લિમોના કલ્યાણ માટે ઉપયોગ થવી જોઈતી હતી, પરંતુ તે તેમના ખિસ્સામાં જતી રહી.

આખરે કેવી રીતે ખુલ્યું રહસ્ય?

પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટની જમીન પર ભાડૂઆત મોહમ્મદ રફીક અંસારીએ તેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરી હતી. તેણે કહ્યું કે અમે તો દર મહિને ભાડું ચૂકવી દઇએ છીએ, પરંતુ આ પૈસા ન તો ટ્રસ્ટના ખાતામાં જમા થયા કે ન તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાતામાં ભરવામાં આવ્યા. ત્યારબાદ, પોલીસે ભાડું વસૂલતા 5 આરોપીઓ સામે FIR નોંધી હતી. તેમાં સલીમ ખાન પઠાણ નામનો એક હિસ્ટ્રી શીટર પણ છે. હાલમાં, તેની ધરપકડ કરવામાં આવી છે. DCP ભરત રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓએ નકલી દસ્તાવેજથી સંપત્તિ પર કબજો કર્યો હતો. પોલીસે તેને છેતરપિંડી અને ઠગબાજીનું સંગઠિત રેકેટ ગણાવ્યું છે.

waqf board
x.com/TimesAlgebraI

વક્ફની કેટલી સંપત્તિ?

એક અનુમાન મુજબ, દેશભરમાં વક્ફની 58,929 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 994 વક્ફ સંપત્તિઓ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમાં તામિલનાડુમાં 734, આંધ્ર પ્રદેશમાં 152, પંજાબમાં 63, ઉત્તરાખંડમાં 11 અને જમ્મુ-કાશ્મીરમાં 10 સંપત્તિઓ સામેલ છે. દેશમાં કુલ 8.8 લાખથી વધુ વક્ફ સંપત્તિઓ રજિસ્ટર્ડ છે. તેમાંથી 8,72,352 અચલ અને 16,713 ચલ  સંપત્તિઓ છે.

About The Author

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.