31 ફર્સ્ટની ઉજવણીને લઈને હર્ષ સંઘવીએ જાણો શું જાહેરાત કરી, આખા ગુજરાતમાં....

On

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યના વિકાસમાં પ્રજાના સહયોગની વાત કરી હતી અને સાથે સાથે 31 ફર્સ્ટની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થાની પણ વાત કરી હતી. ગૃહ મંત્રીએ કહ્યું કે આ વખતે આખા ગુજરાતમાં એન્ટી ડ્રગ કીટનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રગ્સ સામેની લડાઇને મજબુત કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવશે અને આ કીટનું મેં જાતે નિરિક્ષણ કર્યું છે એમ સંઘવીએ કહ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજી વખત મજૂરા વિધાનસભા બેઠક પરથી બમ્પર જીત મેળવ્યા પછી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ફરી એકવાર હર્ષ સંઘવીને ગૃહ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. શનિવારે સુરત આવેલા હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, વર્ષ 2022માં  આ શહેરના લોકોએ રાજ્યના વિકાસમાં એકતાના દર્શન કરાવ્યા છે. સંઘવીએ કહ્યુ કે, મને આશા  છે કે વર્ષ 2023માં પણ આપણે સાથે મળીને કામ કરીશું.

એ પછી હર્ષ સંઘવીએ ગુજરાતમાં  થર્ટી ફર્સ્ટની ઉજવણી માટેની સુરક્ષા વ્યવસ્થાની વાત કરી હતી. તેમણે કહ્યુ કે,ગુજરાતના તમામ શહેરોમાં પોલીસ દ્વારા ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં તમામ જગ્યાએ નાકાબંધી કરી દેવામાં આવી છે. દારૂ પર કડક નિયંત્રણ રાખી રહ્યા છીએ. લો- એન્ડ ઓર્ડરની સ્થિતિનું પ્લાનીંગ કરી દેવામાં આવ્યું છે. જો કે ચૂંટણી પહેલાં નવરાત્રીના સમયે ગૃહ મંત્રીએ જે ઉત્સાહથી કહેલું કે નિયત સમયથી 5 મિનિટ પહેલાં પણ જો પોલીસ ગરબા બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. એવી ઉત્સાહિત વાત નવા વર્ષની ઉજવણી માટે કરી નહોતી.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ વખતે ડ્રગ્સ સામેની લડાઇને મજબુત કરવા માટે ખાસ એન્ટી ડ્રગ્સ કીટનો ઉપયોગ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત આખા રાજ્યમાં કરવામાં આવશે. કીટમાં દારૂડિયાઓને સુંઘવાનું બ્રેથ એનેલાઇઝર પણ હશે.

ગૃહ મંત્રીએ સીધું કીધું નથી, પરંતુ તેમનો કહેવાનો મતલબ એવો કહી શકાય કે, પોલીસનો બંદોબસ્ત પુરતો ગોઠવાયો છે, એટલે આડાતેડા થયા કે ડ્રગ્સ-દારૂનું સેવન કર્યું તો જેલભેગા થશો.

એક પત્રકારે જ્યારે પુછ્યું કે સુરતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો છે, તો હર્ષ સંઘવીએ પુછ્યું કે ક્યાં વેચાઇ છે? પત્રકારે સ્થળનું નામ આપ્યું તો, સંઘવીએ કહ્યું કે તમે જાણકારી આપી છે તો રાજ્ય સરકાર પગલા લેશે.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.