- Gujarat
- સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર એક રાજપૂત છોકરી જૈન દીક્ષા લેવા જઇ રહી છે
સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર એક રાજપૂત છોકરી જૈન દીક્ષા લેવા જઇ રહી છે
-copy15.jpg)
સામાન્ય રીતે જૈન સમાજના હોય તેવા જ લોકો દીક્ષા લેતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર એક રાજપૂતાણી દીક્ષા લેવા જઇ રહી છે. માત્ર 20 વર્ષની ઉંમરની હેત્વીબાએ સયંમના માર્ગે જવાનો નિર્ણય કર્યો છે અને 7મે બુધવારના દિવસે હેત્વીબા જૈન સાધ્વી બની જશે.
રાજકોટમાં સમૃદ્ધ પરિવારમાં ઉછરેલી હેત્વીબા પરમાર જૈન સાધ્વી કેમ બની રહ્યા છે? એ વિશે હેત્વીબાએ કહ્યું હતું કે, મારા માતા-પિતાએ મને નાનપણથી જ ધર્મના સંસ્કાર આપ્યા હતા અને 9મી ધોરણમાં હતી ત્યારે જ સયંમના માર્ગે પ્રયાણ કરવાનું નક્કી કરી લીધું.9મા ધોરણની પરીક્ષા પુરી થયા પછી મેં અને મારા પરિવારે 48 દિવસ સુધી સાધુ જેવું જીવન જીવ્યા, ત્યારે મને લાગ્યું કે આ જ સાચું જીવન છે એટલે મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું.
હેત્વીના પિતા વિમલભાઇ પરમારે કહ્યું કે, મેં જૈન સમાજની છોકરી સાથે લગ્ન કર્યા હતા એટલે મારી પત્નીને કારણે ઘરનો માહોલ ધાર્મિક થઇ ગયો છે.
Related Posts
Top News
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ
Opinion
