AM/NS India સ્ટીલ મંત્રાલયની ગ્રીન સ્ટીલ ટેક્સોનૉમીના અમલ માટે સંપૂર્ણ રીતે તૈયાર

નવી દિલ્હી, એપ્રિલ 16, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ના હાલના અને આગામી ઉત્પાદન ધોરણો તથા સુસ્થિરતા માટેના પ્રયાસો એ દર્શાવે છે કે, કંપની ભારત સરકારની નવી જાહેર કરાયેલી ગ્રીન સ્ટીલ ટેક્સોનૉમી અનુસાર ઉત્પાદનનો નોંધપાત્ર હિસ્સો ‘ગ્રીન સ્ટીલ’ તરીકે પૂરો પાડી શકે છે. આ ટેક્સોનૉમી વર્ષ 2026–27માં લાગુ થવાની સંભાવના છે. AM/NS India હવે 3 સ્ટાર રેટિંગ મેળવવા માટે પણ તૈયાર છે, અને ભારતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કંપની તરીકે આગળ આવી શકે છે.

ભારત સરકારના સ્ટીલ મંત્રાલયે ડિસેમ્બર 2024માં ‘ગ્રીન સ્ટીલ ટેક્સોનૉમી’ રજૂ કરી હતી, જે ડિકાર્બનાઇઝેશન અને ઘરેલું તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી ગ્રીન સ્ટીલની માંગને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે. આ ટેક્સોનૉમી મુજબ, કોઈ સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટ દ્વારા પ્રતિ ટન પૂર્ણ થયેલ સ્ટીલ માટે 2.2 ટનથી ઓછું CO2 સમકક્ષ ઉત્સર્જન (Emission Intensity) હોય, તો તે સ્ટીલ ‘ગ્રીન સ્ટીલ’ તરીકે માન્ય ગણાશે. જે પ્લાન્ટ આ માપદંડ કરતા વધુ ઉત્સર્જન કરે છે, તે ગ્રીન રેટિંગ માટે પાત્ર રહેશે નહીં. જ્યારે ઓછું ઉત્સર્જન ધરાવતા પ્લાન્ટને ત્રણ, ચાર અથવા પાંચ સ્ટારની ગ્રીન રેટિંગ આપવામાં આવશે.

AM/NS India છેલ્લા ઘણા વર્ષોથી ઉત્સર્જનમાં ઘટાડો કરવા સતત પ્રયત્નશીલ છે. વર્ષ 2022–23માં કંપનીએ 2.17 tCO2/tcs ઉત્સર્જન તીવ્રતા હાંસલ કરી હતી, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 14% ઓછી છે. હવે કંપનીનું લક્ષ્ય 2030 સુધીમાં 1.8 tCO2/tcs સુધી ઉત્સર્જન તીવ્રતા લાવવાનો છે — જે વર્ષ 2021ના ધોરણોની સરખામણીએ 20% ઘટાડો છે. વર્ષ 2015 પછીથી કંપનીએ પોતાના કાર્બન ઉત્સર્જનમાં 35%થી વધુનો ઘટાડો કર્યો છે. હાલમાં AM/NS Indiaની કુલ ઉત્પાદન ક્ષમતા પૈકી 65% Direct Reduced Iron (DRI) પદ્ધતિથી છે, જેમાં કુદરતી વાયુનો ઉપયોગ થાય છે અને જે તુલનાત્મક રીતે ઓછી કાર્બન ઉત્સર્જન ધરાવે છે. કંપનીના હાલમાં ચાલી રહેલા વિસ્તરણમાં પણ ઉચ્ચ ટેકનિકોનો સમાવેશ થાય છે, જે એનર્જી ક્ષમતા વધારવા અને ઉત્સર્જન ઘટાડવા માટે રચાયેલ છે.
સ્ટીલ ટેક્સોનૉમી રજૂ કરતી વખતે સ્ટીલ સચિવ સંદીપ પાઉંડરિકે કહ્યું હતું, “આ ટેક્સોનૉમી કાયદેસર રીતે અમલમાં આવશે. જે વર્ષ 2030 સુધીમાં 2.2 tCO2/tcs સુધી ઉત્સર્જન ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગલું છે અને ભારતીય ઉદ્યોગને વૈશ્વિક સ્પર્ધામાં આગળ રાખશે.”

AM/NS Indiaના ગ્રીન સ્ટીલ દિશામાં કેટલાક મહત્વના પગલાં
• આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતે AM ગ્રીન એનર્જીનો રિન્યુએબલ હાઇબ્રિડ પ્રોજેક્ટ શરૂ થયો છે, જેમાં પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજથી ઊર્જા સંગ્રહ થશે અને હઝીરા પ્લાન્ટને વીજળી મળશે. આથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો સાથે પર્યાવરણીય અને ખર્ચ બચત બંને થશે.
• મહારાષ્ટ્રના ખોપોલીમાં નવું સ્ક્રેપ પ્રોસેસિંગ સેન્ટર શરૂ થયું છે અને અન્ય ત્રણ સેન્ટર્સ પણ વિકસિત થઈ રહ્યા છે. આ સેન્ટરો રિસાયકલ મટિરિયલના ઉપયોગને પ્રોત્સાહન આપશે.
• ઉત્પાદન કાર્યક્ષમતા સુધારવા ડિજિટલાઇઝેશન અને મશીન લર્નિંગનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના માધ્યમથી ઊર્જા અને સામગ્રીના વપરાશમાં બચત થશે.
દિલીપ ઓમ્મેન, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) જણાવે છે કે, “જ્યારે ભારત ૨૦૭૦ સુધી નેટ-ઝીરો ઉત્ત્સર્જન માટે ડિકાર્બનાઈઝેશન લક્ષ્યો તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે જ વિશ્વની આ પ્રથમ ગ્રીન સ્ટીલ ટેક્સોનૉમી પ્રસ્થાપિત થઈ છે. આ મહત્વપૂર્ણ પહેલ સ્ટીલ ઉદ્યોગને ટકાઉ પ્રથાઓ તરફ પરિવર્તન કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરે છે. AM/NS India આ દ્રષ્ટિ સાથે દ્રઢપણે સંકળાયેલ છે, અને અમે હાંસલ કરેલા ઉપક્રમો અમને વિશ્વાસ આપે છે કે આ ટેક્સોનૉમી અમલમાં આવશે ત્યારે અમે સંપૂર્ણ રીતે તૈયાર હોઈશું.”
AM/NS Indiaના ગ્રીન અને વિશિષ્ટ સ્ટીલ ઉત્પાદનો ગ્રાહકોને વધુ ટકાઉ સપ્લાય ચેઇન માટે સક્ષમ બનાવે છે અને નિકાસના નવા દરવાજા ખોલે છે. કંપની હવે પહેલાથી જ ભારતની સૌથી ઓછી કાર્બન ઉત્સર્જન ધરાવતી સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાંની એક તરીકે મોખરે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.