- Gujarat
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 29-09-2022
દિવસ: ગુરુવાર
મેષ: સમય ધીમે ધીમે સુધરતો જણાય, નાણાકીય વ્યવહારો પણ સુયોગ્ય બને, આવકના પ્રસંગ બને.
વૃષભ: નોકરી-ધંધાના પ્રસંગો ઉકેલાતા જણાય, અશાંતી અને મતભેદ ન સર્જાય તેનું ધ્યાન રાખવું.
મિથુન: ખર્ચ અંગે સાવધાન રહેવું, સામાજિક કાર્ય અને જીવનસાથીનો સહકાર મેળવવો પડે, મતભેદો ટાળવા.
કર્ક: નાણા અંગેની સમસ્યા નિવારવા ઉપાય મળે, ધંધો-નોકરી અંગેના સંજોગો સુધરતા જણાય.
સિંહ: સમસ્યાઓનો હલ આવતો જણાય, અગત્યના કામકાજો પાર પડે, નોકરી-ધંધામાં વિલંબ દૂર થાય.
કન્યા: ખોટા વિચારો અને કાલ્પનિક ભયનો સામનો કરવો પડે, ઉધારી ન કરવી, વિશ્વાસે વહાણ ન ચલાવવું.
તુલા: સંજોગો અને પરિસ્થિતિ બદલાતી જણાય, નાણાભીડનો ઉકેલ મળે, લાભની તકો ઉભી થાય.
વૃશ્વિક: ધાર્યા પરિણામો ન મળતા નિરાશા મળે, આવકના માર્ગ મેળવવાના પ્રયત્નો ફળે, ખર્ચ ટાળવો.
ધન: હકારાત્મક અભિગમ રાખી આગળ વધવું હિતાવહ બની રહે, નોકરિયાત વર્ગને સાનુકુળ, ધંધામાં ધીમી પ્રગતિ થાય.
મકર: મિત્રોની મદદ મળી રહે, સાહસ ન કરવામાં સમજણ, સ્વાસ્થ્યની કાળજી લેવી.
કુંભ: ધંધામાં સાનુકુળતાની આશા બને, ગૃહજીવન-કૌટુંબિક બાબતો અંગે ઘણું જતું કરવું પડે.
મીન: સામાજિક કાર્ય અંગે ઘણું જતું કરવું પડે, સમાધાન રાખવું પડે, ધંધામાં સાનુકુળતાની આશા.

