- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 23-11 2025
વાર-રવિવાર
મેષ - બહારગામ કે વિદેશને લગતા કાર્યોમાં લાભ થાય, તમારા સાહસથી સફળતા મળે, ભાગ્ય સાથ આપે.
વૃષભ - તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને, તમારી સમજદારીથી કામ સરળ બનશે, અચાનક કોઈ લાભની પણ શક્યતા બને.
મિથુન - ભાગીદારીના કામમાં લાભ થશે, વિદ્યા અભ્યાસના કામમાં પ્રગતિ થાય, પોતાની પ્રતિભાથી લોકોને આકર્ષી શકશો.
કર્ક - મિત્રવર્ગની મદદ લઈ શકશો, કોર્ટ કચેરીના કામમાં સહાનુકૂળતા રહે.
સિંહ - આર્થિક લાભોમાં વૃદ્ધિ થાય, સમાજમાં તમારી નામના વધે, પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે.
કન્યા - નોકરી ધંધામાં પ્રગતિ થાય, ઉપરી વર્ગથી મદદ મળે, પરિવારમાં આનંદ રહે.
તુલા - હરો ફરો દિવસ આનંદમાં રહે, મિત્ર વર્ગ સગાઓની સહાય મળી રહે, વિદેશને લગતા કામોમાં લાભ થાય.
વૃશ્ચિક - તમારી આવકમાં વધારો થાય, તમારી વાણીના પ્રભાવથી કામ સરળ બને, ભક્તિથી આનંદ રહે.
ધન - તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય, ભાગીદારીના કામમાં સહાનુકુળતા રહે, સામાજિક કામમાં ભાગ લઈ શકો.
મકર - કચેરીને લગતા કામો પૂર્ણ કરી શકો, શારીરિક બળ વધે, સ્ફૂર્તિથી તમારું કામ કરી શકો.
કુંભ - વિદ્યા અભ્યાસ માટે સફળતાનો દિવસ, તમારી આવકમાં વધારો થાય, કારણ વગર કોઈને સફાઈ આપવી નહીં.
મીન - નોકરી ધંધામાં પ્રગતિ થાય, આજે કોઈની સલાહથી ચાલતા પહેલા વિચારવું જરૂરી, તમારા ધનમાં વૃદ્ધિ થાય. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

